I swear I will quit politics if I don't defeat Mamata, see who gave the challenge
પડકાર /
સોગંદ ખાઉં છું કે જો મમતાને હરાવી નહીં તો રાજનીતિ છોડી દઈશ, જુઓ કોણે આપી ચેલેન્જ
Team VTV11:05 PM, 18 Jan 21
| Updated: 11:13 PM, 18 Jan 21
એક તરફ, મમતા બેનર્જીની પાર્ટી TMC માંથી હાલમાં બળવાની ઋતુ ચાલી રહી છે. હાલમાં જ મમતા બેનરજીની સામે બંડ પોકારીને ભાજપમાં આવેલા શુભેન્દુ અધિકારીઓના ગઢ નંદીગ્રામથી ચૂંટણી લડવાની મમતા બેનરજીએ જાહેરાત કરી છે, તો બીજી તરફ શુભેન્દુ અધિકારીએ આજે તેમના પડકારને સ્વીકારી લીધો હતો, અને કહ્યું હતું કે તેઓ નંદીગ્રામથી મમતા બેનર્જીને હરાવી દેશે અને જો તેઓ તેમ કરવામાં નિષ્ફળ ગયા તો રાજનીતિ છોડી દેશે.
મમતા બેનરજીએ નંદીગ્રામથી ચૂંટણી લડવાની ચેલેન્જ આપી
શુભેન્દુ અધિકારીએ મમતા બેનરજીને 50 હજારથી વધુ મતોથી હરાવવાની ઘોષણા કરી
ભાજપ અને TMC વચ્ચે બંગાળમાં સ્પર્ધા ચરમ સીમા પર
એક સમયે મમતા બેનર્જીના જમણા હાથ ગણાતા ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું હતું કે, તેઓ ચૂંટણી દરમિયાન જ માત્ર નંદીગ્રામ જાય છે. શું તે કહી શકે છે કે તેણે નંદિગ્રામના લોકો તેમણે માટે શું કર્યું છે? તેમની સામે છેઃ કોઈ પણ ચૂંટણી લડે તે મમતા બેનરજીને 50 હજાર મતોથી હરાવી દેશે. જો હું તેમને હરાવવામાં નિષ્ફળ ગયો તો હું રાજકારણ છોડીશ. ''
ભાજપ બધાની સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લે છે : અધિકારી
તૃણમૂલના ભૂતપૂર્વ નેતાએ તેમ કહ્યું હતું કે ભાજપનું નેતૃત્વ ચૂંટણી માટેના ઉમેદવારોના નામ બધા સાથે વિસ્તૃત ચર્ચા બાદ જ નક્કી કરશે, તૃણમૂલની જેમ મનસ્વી રીતે નિર્ણય અહીં નથી લેવાતા.
અધિકારીએ કહ્યું કે, "જો મને મારી પાર્ટી નંદીગ્રામથી ઉતારે છે, તો હું તેમને ઓછામાં ઓછા 50000 મતોના અંતરે હરાવીશ, નહીં તો હું રાજકારણ છોડી દઈશ." તૃણમૂલ કોંગ્રેસમાં 'બેનર્જી અને તેના ભત્રીજા' સરમુખત્યારશાહી ચલાવે છે, ત્યારે ભાજપમાં ઉમેદવારોના મુદ્દે ચર્ચા પછી નિર્ણય લેવામાં આવે છે અને પાર્ટીએ મારી ઉમેદવારી અંગે નિર્ણય લેવો પડશે. '
ભાજપ પ્રમુખ દિલીપ ઘોષે મમતા પર કર્યા પ્રહાર
મમતા બેનર્જીએ નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત અંગે બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું હતું કે, મમતા બેનર્જી જ્યાં પણ લડી શકે ત્યાંથી તેમને હરાવવા તૈયાર છે. મહત્વનું છે કે મમતા બેનરજી હાલમાં ભવાનીપુરની સીટથી ધારાસભ્ય છે અને હાલમાં તેમણે નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. નોંધનીય છે કે નંદીગ્રામ હાલમાં શુભેન્દુ અધિકારીનો મતવિસ્તાર છે જે હાલમાં જ મમતાની સામે બળવો કરીને ભાજપમાં સામેલ થયા છે.