Monday, June 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / પત્ની ભાજપમાં, પિતા-બહેન કોંગ્રેસમાં: જાણો, રવિન્દ્ર જાડેજાએ કોને સપોર્ટ જાહેર કર્યો?

પત્ની ભાજપમાં, પિતા-બહેન કોંગ્રેસમાં: જાણો, રવિન્દ્ર જાડેજાએ કોને સપોર્ટ જાહેર કર્યો?

જ્યારથી લોકસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારથી જામનગરના રાજકારણમાં દર સપ્તાહે નવા સમીકરણ સામે આવી રહ્યા છે. વધુ એક વખત રવિન્દ્ર જાડેજાનો પરિવાર રાજકારણને લઈને ચર્ચામાં આવ્યો છે. 

વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ ટીમમા સ્થાન મળ્યું છે. ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા રાજકારણને લઇને પણ ચર્ચામાં છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ભાજપને સપોર્ટ જાહેર કર્યો છે. પત્ની રિવાબા ભાજપમાં જોડાયા બાદ રવિન્દ્ર જાડેજાએ પણ ભાજપને સપોર્ટ આપ્યો છે. રવિન્દ્ર જાડેજાએ ટ્વિટ કરીને ભાજપને સપોર્ટ જાહેર કર્યો છે. મહત્વનું છે કે રવિન્દ્ર જાડેજાના બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાયા છે.
  મહત્વનું છે કે પ્રથમ રવિન્દ્રના બહેને નેશનલ વુમન પાર્ટી જોઈન કર્યા બાદ રવિન્દ્રની પત્ની રિવાબાએ ભાજપ જોઈન કર્યું હતું. ત્યારબાદ રવિન્દ્રના મોટા બહેન નૈનાબાએ પ્રથમ પાર્ટી છોડી તેના પિતા સાથે હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસ જોઈન કર્યું હતું. ત્યારે હવે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ભાજપને સપોર્ટ જાહેર કર્યો છે. લોકસભાની ચૂંટણી વધુ એક જ્ઞાતિ સમીકરણ સામે આવતા ચૂંટણી રસપ્રદ બની રહેશે.

ભાજપ-કોંગ્રેસના પ્રયાસ...
જામનગર ધારાસભ્ય હકુભા જાડેજાને મંત્રી મંડળમાં સમાવી લેવાથી અને દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના ક્ષત્રિય સમાજના નેતાઓને ભાજપએ અંકે કરી હતી. ક્ષત્રિય સમાજની વોટ બેંક મજબૂત બનાવી છે. ત્યારે કોંગ્રેસે આજે રવિન્દ્ર જાડેજાના બેન નૈનાબા અને પિતા અનિરુદ્ધસિંહને સમાવી લીધા. ક્ષત્રિય સમાજના મતોનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસને વિશ્વાસ હશે આમ કરવાથી ક્ષત્રિય મતદારો આકર્ષાઈ જશે.

તાજેતરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને મંત્રી આરસી ફળદુ, સાંસદ પૂનમ માડમ સહિતના નેતાઓએ કેસરિયો ખેસ પહેરાવી પ્રવેશ કરાવ્યો હતો.
BJP cricketer Ravindra Jadeja

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ