બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / I lost my father but I won't lose my country, love will win over hate, Rahul Gandhi's emotional post

ભારત જોડો યાત્રા / મારા પિતાને ગુમાવ્યા પણ દેશ નહીં ગુમાવુ, નફરત પર પ્રેમનો વિજય થશે, રાહુલ ગાંધીની ઈમોશનલ પોસ્ટ

Priyakant

Last Updated: 02:58 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કન્યાકુમારીથી મેગા-યાત્રાના પ્રારંભ પહેલા રાહુલ ગાંધીએ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સ્મારકની મુલાકાત લીધી

  • 'ભારત જોડો યાત્રા'ની શરૂઆત પહેલા રાહુલ ગાંધીની ઈમોશનલ પોસ્ટ 
  • મારા પિતાને ગુમાવ્યા પણ દેશ નહીં ગુમાવુ, નફરત પર પ્રેમનો વિજય થશે: રાહુલ 
  • રાહુલ ગાંધીએ યાત્રા પહેલા તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં રાજીવ ગાંધીના સ્મારકની મુલાકાત લીધી 

આજથી કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'ની શરૂઆત પહેલા, પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક ભાવનાત્મક નોંધ શેર કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે તેમના પિતાને "નફરતની રાજનીતિ"માં ગુમાવ્યા છે અને તેઓ "આમાં તેમના પ્રિય દેશને ગુમાવવા" તૈયાર નથી. આજે સવારે કન્યાકુમારીથી મેગા-યાત્રાના પ્રારંભ પહેલા રાહુલ ગાંધીએ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સ્મારકની મુલાકાત લીધી હતી. 

મહત્વનું છે કે,  શ્રીપેરુમ્બુદુર એ જ જગ્યા છે જ્યાં 21 મે, 1991ના રોજ લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ એલમ આતંકવાદીઓ દ્વારા આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ પોતાની એક તસવીર સાથે ટ્વિટ કર્યું, "નફરત અને ભાગલાની રાજનીતિમાં મેં મારા પિતાને ગુમાવ્યા. હું મારા પ્રિય દેશને પણ ગુમાવીશ નહીં. પ્રેમ નફરતને જીતશે. આશા ડરને હરાવી દેશે. આપણે બધા સાથે મળીને જીતીશું."

આજે સાંજે શરૂ થશે ભારત જોડો યાત્રા

પિતાના સ્મારકની મુલાકાત લીધા બાદ રાહુલ ગાંધી મહાત્મા ગાંધી મંડપમ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા કન્યાકુમારી જવા રવાના થયા હતા. અહીંયા મુખ્યમંત્રી એમકે સ્ટાલિન યાત્રાના પ્રારંભ માટે તેમને રાષ્ટ્રધ્વજ સોંપશે. કોંગ્રેસે કહ્યું છે કે આ દેશમાં અત્યાર સુધીની સૌથી લાંબી રાજકીય કૂચ છે. આ યાત્રા આજે સાંજે 5 વાગ્યે એક સમારોહમાં શરૂ થશે અને આવતીકાલે સવારે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3,500 કિલોમીટરની પદયાત્રા શરૂ થશે. આ યાત્રા લગભગ 150 દિવસ સુધી ચાલશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ