બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'I learned a lot from Dhoni but I will not captain like him..' Rituraj Gaikwad spoke before the Asian Games 2023 match.

ક્રિકેટ / 'ધોની પાસેથી ઘણું શીખ્યો પણ તેની જેમ કેપ્ટનશિપ નહીં કરું..'એશિયન ગેમ્સ 2023ની મેચ પહેલા બોલ્યો ઋતુરાજ ગાયકવાડ

Megha

Last Updated: 04:35 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયન ગેમ્સ 2023માં ટીમ ઈન્ડિયાની કમાન ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે. યુવા બેટ્સમેને સ્પષ્ટ કર્યું કે ટૂર્નામેન્ટમાં એમએસ ધોનીની જેમ નહીં પણ પોતાની શૈલીમાં કેપ્ટનશિપ કરશે

  • ઋતુરાજ ગાયકવાડ છેલ્લા 4 વર્ષથી ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે
  • એશિયન ગેમ્સ 2023માં ટીમ ઈન્ડિયાની કમાન ઋતુરાજ ગાયકવાડ પાસે 
  • મેં એમએસ ધોની પાસેથી ઘણું શીખ્યું છે પણ ની જેમ કેપ્ટનશિપ નહીં કરું

ઋતુરાજ ગાયકવાડ છેલ્લા 4 વર્ષથી IPLમાં MS ધોનીની કપ્તાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. હવે તે એશિયન ગેમ્સ 2023માં ભારતીય ટીમની કમાન સંભાળવા જઈ રહ્યો છે. યુવા ખેલાડીએ માહી સાથે ડ્રેસિંગ રૂમમાં ઘણો સમય વિતાવ્યો છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવતું હતું કે માહીની એક ઝલક તેની કેપ્ટનશિપમાં જોવા મળી શકે છે. પરંતુ, નેપાળ સાથે રમાનારી મેચ પહેલા ગાયકવાડે કહ્યું કે તે પોતાની શૈલીમાં રમશે...

ઋતુરાજ ગાયકવાડે શું કહ્યું?
એશિયન ગેમ્સ 2023માં ટીમ ઈન્ડિયાની કમાન ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે. તે ભારતીય ટીમને કયા સ્તરે લઈ જશે તે તો સમય જ કહેશે. પરંતુ એક વાતચિત દરમિયાન યુવા બેટ્સમેને સ્પષ્ટ કર્યું છે કે તે ટૂર્નામેન્ટમાં પોતાની શૈલીમાં કેપ્ટનશિપ કરશે અને એમએસ ધોનીની જેમ નહીં. તેણે કહ્યું, ' મેં એમએસ ધોની પાસેથી ઘણું શીખ્યું છે. પરંતુ દરેક વ્યક્તિની પોતાની રીત હોય છે. તેમની પદ્ધતિ અલગ છે અને મારી અલગ છે. હું તેના જેવું કંઈક કરવાને બદલે મારી રીતે રમીશ. પરિસ્થિતિનો સામનો કરવા અને ખેલાડીઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવા અંગે તેમની પાસેથી શીખેલા પાઠને હું ચોક્કસપણે અમલમાં મૂકીશ. અહીં બધું તદ્દન અલગ છે. અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે અમે ચીન આવીને ક્રિકેટ રમીશું. આખી ટીમ માટે આ એક શાનદાર તક છે.'

એશિયન ગેમ્સમાં ભાગ લેવો એ આપણા બધા માટે ગર્વની વાત છે. ક્રિકેટમાં વર્લ્ડ કપ, આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટ છે. અમે આ પ્રકારની પરિસ્થિતિઓ અને વાતાવરણથી ટેવાયેલા છીએ, પરંતુ અહીં રહીને અન્ય ખેલાડીઓ અને તેમના સંઘર્ષને જાણવો ખરેખર એક અલગ અનુભવ છે. તેમને 2-3 વર્ષ કે 4 વર્ષમાં રમવાની તક મળે છે. ' જણાવી દઈએ કે, ભારત અને નેપાળ વચ્ચે ક્વોલિફાયર મેચ 3 ઓક્ટોબરે સવારે 6:30 વાગ્યે શરૂ થશે.

ગાયકવાડને CSKમાં માહી બાદ આગામી કેપ્ટન તરીકે પણ જોવામાં આવે છે 
ઋતુરાજ ગાયકવાડ 2020 થી એમએસ ધોનીની કપ્તાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી રહ્યો છે. માહીએ ઓપનિંગની ભૂમિકા યુવા ખેલાડીને સોંપી અને આજે પરિણામ એ આવ્યું છે કે તે એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળવા જઈ રહ્યો છે. એટલું જ નહીં ગાયકવાડને CSKમાં માહી બાદ આગામી કેપ્ટન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તે IPL 2024માં CSKની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે. 

એશિયન ગેમ્સ માટે પુરુષ ક્રિકેટ ટીમ ઈન્ડિયા - ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), મુકેશ કુમાર, શિવમ માવી, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ, યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જિતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, અર્શદીપ સિંહ

સંકળાયેલા મુદ્દાઓ

Asian Games 2023 Indian Cricket Team BCCI Send Teams In Asian Games 2023 Ruturaj Gaikwad Ruturaj Gaikwad news asian games 2023 ઋતુરાજ ગાયકવાડ એશિયન ગેમ્સ 2023 asian games 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ