'I L0VE U student in Rajkot allegation that the teacher forced her to say so during the class
શિક્ષણને લાંછન /
I LOVE U બોલ', રાજકોટમાં ઘો.8 વિઘાર્થીનીને ચાલુ કલાસે શિક્ષકે આવું કહેવા દબાણ કર્યાનો આરોપ, બચાવમાં આચાર્યએ કરી ચોખવટ
Team VTV07:20 PM, 08 Feb 23
| Updated: 07:27 PM, 08 Feb 23
રાજકોટની એક શાળાના શિક્ષક દ્રારા વિધાર્થીનીને I LOVE બોલવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ ઉઠતા ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ શાળાના આચાર્યએ સ્પષ્ટતા કરી છે.
રાજકોટ-મોરબી રોડ પર કર્ણાવતી શાળામાં વિવાદ
ધોરણ ૮ની વિધાર્થીની પાસે શિક્ષકે LOVE YOU બોલાવ્યાનો આરોપ
શાળાના આચાર્યએ કરી સ્પષ્ટતા
રાજકોટના મોરબી રોડ પર એક ખાનગી શાળા વિવાદમાં સપડાઈ છે. શિક્ષણ જગતને શર્મસાર કરતા આ કિસ્સો રેલનગરમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સામે આવ્યો છે. ધો.8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે સ્કૂલના મેથ્સના બાલમુકુંદ નામના શિક્ષકએ વિદ્યાર્થીનીને એક સંજ્ઞા પૂછી હતી. જે વિદ્યાર્થિનીને આ સંજ્ઞા નહિ સમજાતા શિક્ષક દ્વારા ચાલુ ક્લાસ દરમ્યાન વિદ્યાર્થીને "આઈ લવ યુ" બોલવા દબાણ કરવામાં આવ્યો હોવાના આરોપ લાગી રહ્યા છે. વિધાર્થીની એ ઘરે આવી તેની માતાને આ વાત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.જોકે આ મામલે શાળાના આચાર્યએ સ્પષ્ટતા કરી છે.
વિધાર્થીનીએ વાલીઓને જાણ કરી
આઈ લવ યુ બોલાવ્યાના આરોપ સાથે આ મામલે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં છાત્રના વાલીએ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં વાલી શિક્ષણ મંત્રી પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
શાળાના આચાર્યાએ સીસીટીવી ફુટેજ સહિતની વિગતો જાહેર કરી
બીજી બાજુ આ મામલે શાળાના આચાર્યએ ચોખવટ કરતા કહ્યું કે શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને આ સંજ્ઞા સમજાવવા માટે આઈ લવ ઘીસ ફોર્મ્યુલા શબ્દનો પ્રયાગ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. વધુમાં શબ્દ પ્રયોગનું ખુટુ અર્થઘટન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલુ જ નહીં આ અંગે શાળાના આચાર્યેએ સીસીટીવી રૂપે બોલતા પુરાવા જાહેર કર્યા છે અને શાળાના આચાર્યએ જિલ્લા શિક્ષણધિકારીનેં પણ પુરાવા સાથે રજુઆત કરાઈ હતી.