બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડૂતો માટે ગુડ ન્યૂઝ: આઈ ખેડૂત પોર્ટલ પર આ તારીખથી જિલ્લા પ્રમાણે કરી શકાશે અરજી

ગાંધીનગર / ખેડૂતો માટે ગુડ ન્યૂઝ: આઈ ખેડૂત પોર્ટલ પર આ તારીખથી જિલ્લા પ્રમાણે કરી શકાશે અરજી

Last Updated: 05:26 PM, 19 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈ-ખેડૂત પોર્ટલ વિવિધ જિલ્લા માટે તબક્કાવાર સાત દિવસ માટે અરજીઓ મેળવવા ખુલ્લું રખાશે; મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદાના ખેડૂતો માટે તા. 24 થી 30સપ્ટેમ્બર, 2024 સુધી

ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભરતા તરફ લઇ જવા માટે અનેકવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે. ખેડૂતો સરળતાથી અરજી કરીને યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. વર્ષ 2024-25માં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે તે માટે ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા જિલ્લાવાર સાત દિવસ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, તેમ ખેતી નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે.

i-khedut

પોર્ટલ તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, ખેડૂતો માટેની ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્યવૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલીત પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર જેવી યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે.

સાત દિવસ માટે અરજીઓ મેળવવા ખુલ્લું રખાશે

જે અંતર્ગત રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાને મળી કુલ 11 જિલ્લાના ખેડૂત મિત્રો વિવિધ યોજનાનો લાભ મેળવવા માટે આગામી તા.21 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર, 2024 સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. તેવી જ રીતે, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ જિલ્લાને મળી કુલ 10 જિલ્લાના ખેડૂતો માટે આગામી તા. 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર, 2024 સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.

આ પણ વાંચો: ગુજરાતમાંથી વરસાદ ગયો! હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી સૂકીભઠ્ઠ આગાહી

PROMOTIONAL 8

આ જિલ્લાઓ માટે તા. 24થી 30 સપ્ટેમ્બર, 2024 સુધી

આ ઉપરાંત મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદા જિલ્લાને મળી કુલ 12 જિલ્લાના ખેડૂતો આગામી તા. 24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર, 2024 સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા રાજ્યના સૌ ખેડૂત મિત્રોને અનુરોધ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

I farmer portal I khedut Portal Application i Khedut
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ