બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / I hope to come back but if not Amitabh Bachchan who was injured during shooting writes a blog

મનોરંજન / હું આશા રાખું છું કે પરત આવીશ, પણ નહીં આવું તો....: શૂટિંગ દરમ્યાન ઘાયલ થયેલા બિગ બીએ લખ્યો બ્લૉગ

Arohi

Last Updated: 01:11 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદી સિનેમાના દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચનના ફેંસની કોઈ કમી નથી. ફેંસ તેમને ખૂબ જ પ્રેમ કરે છે. અમિતાભ બચ્ચનને ઈજા પહોંચે તો ફેંસને પણ તેની તકલીફ થાય છે. હાલમાં જ બિગ બીએ પોતાની હેલ્થ અપડેટ બધાની સાથે શેર કરી છે.

  • અમિતાભ બચ્ચને શેર કરી હેલ્થ અપડેટ 
  • શૂટિંગ દરમિયાન થઈ હતી ઈજા 
  • કહ્યું, હું આશા રાખું છું કે પરત આવીશ પણ....

દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન થોડા દિવસો પહેલા પોતાના અપકમિંગ ફિલ્મ પ્રોજેક્ટના સેટ પર એક એક્શન સીન કરતી વખતે ઘાયલ થઈ ગયા હતા. મહાનાયકની આ ઘટનામાં  મસલ્સ ફાટી ગયા છે. ઈજા પહોંચવાના કારણે બીગ બી પોતાના ઘરે આરામ કરી રહ્યા છે. 

જોકે પોતાના ફેંસ સાથે જોડાયેલા રહેવા માટે અમિતાભ બચ્ચન સતત પોતાની હેલ્થ અપડેટ પણ આપતા રહે છે. જોકે હાલમાં જ એક્ટરે પોતાની હેલ્થ અપડેટની સાથે એક નોટ પણ શેર કરી છે. 

અમિતાભ બચ્ચને શેર કર્યો નવો બ્લોગ 
અમિતાભ બચ્ચને પોતાનો નવો બ્લોગ શેર કર્યો છે. આ બ્લોગની શરૂઆત બિગબીએ દિવંગત અભિનેતા સતીશ કૌશિકને શ્રદ્ધાંજલી આપીને લખ્યો છે. અમિતાભે 1998માં આવેલી ફિલ્મ બડે મિયા છોટે મિયામાં શતીશ કૌશિકની સાથે કામ કર્યું હતું. 

દિગ્ગજ અભિનેતાએ લખ્યું, અમે વધુ એક ખોઈ દિધો... એક શાનદાર સાથ, સૌથી કુશળ કલાકાર અને પોતાના કરિયરના ચરમ પર... સતીશ કૌશિક... તમારી સાથે કામ કરવું ખૂબ જ ઈન્પાયરિંગ હતું.... અને એવી સીખ... મારી પ્રાર્થનાઓ...

અમિતાભે બ્લોગમાં લખી આ વાત 
અમિતાભે પોતાના બ્લોગમાં આગળ લખ્યું કે તેમને ક્યારેય મોકો નથી મળ્યો પરંતુ તે વિશ્વાસ કરે છે અને હંમેશા કરતા રહેશે તેમની આસપાસ રહેતા ટેલેન્ટ, રાઈટિંગના રૂપમાં આર્ટ વર્ક અને બીજુ પણ બધુ તેના પર ધ્યાન રાખવું જરૂરી છે. 

તેમના મગજમાં બધુ જ છે. તે મોટાભાગે પોતાના મિત્રો અને પરિવારની સાથે આ વાત પર ચર્ચા પણ કરે છે. મહાનાયકે પોતાના ફેંસને રિક્વેસ્ટ કરી છે કે તે પોતાની શાનદાર કામને ચાલું રાખે. 

અંતમાં કહી આ વાત 
પોતાની નોટને પુરી કરતા અમિતાભ બચ્ચને અંતમાં લખ્યું, આશા છે કે હું પરત આવીશ. પરંતુ જો નહીં....સારી રીતે આરામ કરો, મારો પ્રેમ. જ્યારથી અમિતાભ ઘાયલ થયા છે તેમની પોસ્ટ ફેંસને ચોંકાવી રહી છે. 

તેના પહેલાના બ્લોગમાં તેમણે લખ્યું હતું કે બની શકે છે કે તે સમય ફરી ક્યારેય ન આવે... તેમને આશા છે કે આવે... પરંતુ મુશ્કેલ લાગી રહ્યું છે... કમસે કમ અત્યાર માટે... જ્યારે સમય અને ચિંતના સમયમાં.... બાબુપીના શબ્દો પર વાપસી કરો.... અને તે રત્નોને પસંદ કરો જે તેમના મનને દર્શાવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Amitabh Bachchan blog Big B અમિતાભ બચ્ચન Amitabh Bachchan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ