બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:10 PM, 15 February 2025
MAGA-સમર્થક લેખક અને કટારલેખક એશલી સેન્ટ ક્લેરે દાવો કર્યો છે કે તેને પાંચ મહિના પહેલા એલોન મસ્કના 13મા બાળકને જન્મ આપ્યો હતો. તેને X પર લખ્યું છે કે "પાંચ મહિના પહેલા મેં એક બાળકને જન્મ આપ્યો. એલોન મસ્ક તેના પિતા છે." તેને વધુમાં કહ્યું કે "તેના બાળકની સુરક્ષા અને ગોપનીયતા માટે અત્યાર સુધી આ વાત દબાવીને રાખી હતી પરંતુ હવે મીડિયા તેનો પર્દાફાશ કરવા જઈ રહ્યું છે.
ADVERTISEMENT
Alea Iacta Est pic.twitter.com/gvVaFNTGqn
— Ashley St. Clair (@stclairashley) February 15, 2025
ADVERTISEMENT
એશલી સેન્ટ ક્લેરે મીડિયાને અપીલ કરી કે તેઓ તેમના બાળકની ગોપનીયતાનું સન્માન કરે અને કોઈ દખલગીરી ન કરે. એલોન મસ્કે તેનો સીધો જવાબ આપ્યો નથી પરંતુ X પર એક યુઝરની ટિપ્પણી "બીજું બાળક કરવું તે એક માત્ર સાઈડ કવેસ્ટ છે" તેના પર હસતુ ઇમોજી પોસ્ટ કર્યું હતું:
સેન્ટ ક્લેર છેલ્લા એક વર્ષથી ન્યૂ યોર્કના મેનહટનમાં એક મોંઘા એપાર્ટમેન્ટમાં રહે છે, જેનું માસિક ભાડું $12,000 થી $15,000 (લગભગ 10-12 લાખ રૂપિયા) ની વચ્ચે હોવાનું કહેવાય છે. તેના એપાર્ટમેન્ટના રહેવાસીઓ કહે છે કે તે બિલ્ડિંગમાં ટેસ્લા સાયબરટ્રક ખરીદનારા પહેલા લોકોમાંની તે એક હતી.
તેમને સુરક્ષા વધારવા માટે રિંગ ડોરબેલ કેમેરા ઇન્સ્ટોલ કર્યો છે, બિલ્ડિંગમાં પહેલાથી સુરક્ષા છે તેમ છતાં. તે બિલ્ડિંગ સ્ટાફ સાથે બહુ ઓછી વાત કરતી હતી અને ડિલિવરી પેકેજો તેના દરવાજાની બહાર ખુલ્લા પડ્યા રહેતા હતા. એવું કહેવાય છે કે તે એક નાના બાળક અને મસ્કના કથિત બાળકનો ઉછેર કરી રહી છે, જેની સંભાળ રાખવા માટે એક ફૂલ ટાઈમ આયા રાખવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.