બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / I felt like I had won World War 3...: Javed Akhtar's reaction to the statement on Pakistan
Megha
Last Updated: 09:39 AM, 25 February 2023
ADVERTISEMENT
ગીતકાર જાવેદ અખ્તરે જ્યારથી પાકિસ્તાનમાં 26/11ના મુંબઈ આતંકી હુમલા પર નિવેદન આપ્યું છે, ત્યારથી વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યું. જણાવી દઈએ કે જાવેદ અખ્તરે શુક્રવારે પાકિસ્તાનમાં આયોજિત ફૈઝ ફેસ્ટિવલમાં 26/11ના મુંબઈ આતંકી હુમલાની નિંદા કરતાં કહ્યું હતું કે, 'આ હુમલો કરનારા લોકો હજુ પણ તમારા દેશમાં આઝાદીથી ફરે છે અને આ ફરિયાદ દરેક ભારતીયના દિલમાં છે પણ આ વાત સાંભળીને તમને ખરાબ ન લાગવું જોઈએ.
Another day another humiliation for pakistan..well said #javedakhtar pic.twitter.com/19eIpGDI9O
— Gaurav (@SportsFreakhu) February 21, 2023
ADVERTISEMENT
જણાવી દઈએ કે જાવેદ અખ્તર આ બધું બોલી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની લોકો તાળીઓ પાડીને એમને વધાવી રહ્યા હતા પણ ત્યારબાદથી એ જ લોકોએ જાવેદ અખ્તર વિશે ખરાબ બોલવા લાગ્યા હતા. વાત ત્યાં સુધી પંહોચી ગઈ કે પાકિસ્તાની સેલેબ્સે પણ તેમણે ખરી-ખોટી સંભળાવી છે. જો કે હવે આ વિવાદ વચ્ચે એક ઇવેન્ટમાં જાવેદ અખ્તરે પ્રતિક્રિયા આપી હતી જેમાં એમને કહ્યું હતું કે એમને પાકિસ્તાનમાં જે નિવેદન આપ્યું છે તે 'આટલું મોટું' થઈ જશે એ એમને પણ ખબર ન હતી.
જાવેદ અખ્તરે વિવાદ પર કહી આ વાત
જાવેદ અખ્તરે કહ્યું કે લોકોના મતે હું ભલે વિવાદિત નિવેદન આપું છું પણ હું મારી વાત સ્પષ્ટપણે કહેવાથી ક્યારેય પાછો હટ્યો નથી. હાલ આ મામલો ઘણો મોટો બની ગયો છે અને જે રીતે વિવાદ વધી રહ્યો છે એ જોઈને મને લાગે છે કે હવે મારે તેના વિશે વધુ કંઈ ન કહેવું જોઈએ. પાકિસ્તાનની મુલાકાત પછીથી જ્યારથી હું ભારત પાછો આવ્યો છું ત્યારે મને લાગ્યું કે હું વર્લ્ડ વોર 3 જીતી ગયો છું. આ નિવેદન પર મીડિયા અને લોકો તરફથી એટલી બધી પ્રતિક્રિયાઓ આવી કે મેં હવે એમના ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું છે. મને હજુ નથી ખબર કે મેં એવું તો કયું તીર માર્યું? મારા મનમાં એ વાત હતી તો મેં કહી દીધી.
હું વિવાદાસ્પદ નિવેદનો આપતો રહ્યો છું
આગળ એમને કહ્યું કે 'મારા નિવેદનથી પાકિસ્તાનમાં હલચલ મચી ગઈ છે ત્યાં લોકો મારી સાથે દુર્વ્યવહાર કરે છે અને મને વિઝા કેમ આપ્યા એમ પણ પૂછે છે. આ બધા પછી હવે મને એક જ વસ્તુ યાદ રહેશે કે તે કેવો દેશ છે. જે દેશમાં મારો જન્મ થયો છે ત્યાં હું કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આપતો રહ્યો છું અને હું મારા મરીશ પણ ખરી તો ડરવાનું શું છે? જ્યારે હું અહીં ડરીને નથી જીવતો તો ત્યાં મારે આવી વસ્તુઓથી શા માટે ડરવું જોઈએ?
ભારતીય કલાકારોનું પાકિસ્તાનમાં સ્વાગત નથી થતું
જાવેદ અખ્તરે એમ પણ કહ્યું કે જે રીતે આપણો દેશ પાકિસ્તાનના કલાકારોને આવકારે છે, તે રીતે ભારતીય કલાકારોનું પાકિસ્તાનમાં સ્વાગત નથી થતું. જ્યારે હું પાકિસ્તાનમાં હતો ત્યારે એક મોટા હોલમાં સવાલ-જવાબનો કાર્યક્રમ ચાલતો હતો. બધા મને ખૂબ જ શાંતિથી પ્રશ્નો પૂછતા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું એ સમયએ એક વ્યક્તિએ મને સવાલ કર્યો કે અમે લોકો તમને શાંતિથી મળીએ છીએ પણ તમારી બાજુથી અમને આ માન-સમ્માન નહીં મળતું. એ સમયે મારુ તુરંત રૂમમાંથી બહાર નીકળવું શક્ય ન હતું એટલે મેં તેના પ્રશ્નનો જવાબ આપ્યો. મેં તેમને ખૂબ જ પ્રેમથી કહ્યું કે તમે લોકો તમારો રેકોર્ડ ઠીક રીતે સેટ કરો એટલે બધું સારું થઈ જશે.
તમામ પાકિસ્તાનીઓ એક સરખા છે તો એ વાત ખોટી છે.
આગળ એમને કહ્યું કે 'અમે નુસરત અને મેહદી હસન માટે મોટા ફંક્શનનું આયોજન કર્યું હતું પણ તમારા દેશમાં લતા મંગેશકર માટે કોઈ ફંક્શનનું આયોજન નહતું થયું. કોઈ પણ દેશ માત્ર તેની સરકારની નીતિઓ સ્થાપિત કરી દેવાથી દેશની વ્યાખ્યામાં નથી આવતો. પાકિસ્તાનમાં એવા કેટલા લોકો છે જેઓ ભારત સાથે સારા સંબંધો રાખવા માંગે છે અને અમે તેમના વિશે જાણતા પણ નથી. એ લોકોએ અમને જોયા છે કે કેવી રીતે કોર્પોરેટ, કલ્ચર, ફિલ્મ, મ્યુઝિક અને ઈન્ડસ્ટ્રીમાં ભારત કેવી રીતે આગળ વધી રહ્યું છે, એક સામાન્ય માણસ અહીં આવીને આ વસ્તુઓ જોવાનું પસંદ કરશે. ત્યાં ઘણા લોકો આ કરવા માંગે છે. હું ત્યાં ગયો ત્યારે ઘણા યુવાનો અને વિદ્યાર્થીઓએ મારુ સ્વાગત કર્યું. જો હું એમ કહું કે તમામ પાકિસ્તાનીઓ એક સરખા છે તો એ વાત ખોટી છે. દરેક લોકો ત્યાં અલગ અલગ છે. '
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.