મહીસાગરની કોટેજ ક્ષય હોસ્પિટલમાં નોકરી કરતા કર્મચારીએ અધિકારીનાં માનસિક ત્રાસનાં કારણે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કર્મચારી મનોજ પટેલે આપઘાત પહેલા સ્યૂસાઈડ નોટમાં અધિકારી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આ બાબતે લુણાવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
અધિકારી મયુર સોનીનાં કારણે આપઘાત કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ
લુણાવાડા પોલીસે મયુર સોનીની પૂછપરછ હાથ ધરી
મહીસાગર ખાતે જીલ્લા ક્ષય કેન્દ્ર કોટેજ હોસ્પિટલમાં નોકરી કરતા મનોજ પટેલ નામનાં કર્મચારી દ્વારા આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આપઘાત કરતા પહેલા હોસ્પિટલનાં કર્મચારી દ્વારા સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હતો. ત્યારે સ્યુસાઈડ નોટમાં મનોજ પટેલે લખ્યું છે કે, " હું બીજા કોઈના ત્રાસથી નહી પણ જીલ્લા ક્ષય કેન્દ્રની અંદર મયુર સોનીના લીધે મારૂ જીવન ટૂંકાવી રહ્યો છું. " જીલ્લા ક્ષય કેન્દ્રનાં અધિકારી મનોજ સોની દ્વારા કર્મચારીને એટલી હદે ત્રાસ આપ્યે કે એની પાસે જીવન ટૂંકાવ્યા સિવાય કોઈ બીજો રસ્તો જ ન હતો. ત્યારે મનોજ પટેલ દ્વારા આપઘાત કર્યો હોવાની જાણ તેનાં પરિવારજનોને થતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો.
મૃતકે આપઘાત પહેલા તેની પત્નિને ઉદ્દેશીને સ્યુસાઈટ નોટ લખી
મૃતક મનોજ પટેલ મધવાસ ગામના વતની છે અને તેઓ મહીસાગરની જીલ્લા ક્ષય હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા હતા. ત્યારે છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા હતા. ત્યારે મૃતકે જીવન ટૂંકાવતા પહેલા તેની પત્નિને સંબોધીને સ્યુસાઈટ નોટ લખી છે. જેમાં તેમણે કોની જોડેથી પૈસા લીધેલ તેનો ઉલ્લેખ કર્યો છે. તેમજ બેંકમાં ખોલાવેલ ખાતાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમજ મયુર સોનીને તેની બહેનનાં લગ્નમાં રૂા. 50,000 વ્યાજે આપેલા રોકડા.
મયુર સોનીની પોલીસે પૂછપરછ કરી
પોલીસે મનોજ સોનીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી
આ બાબતે લુણાવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહિ હાથ ધરી છે. ત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા વધુ વિગતો સામે આવી છે. જેમાં છેલ્લા કેટલાય સમયથી મયુર સોની દ્વારા મનોજને કામને લઈને હેરાન પરેશાન કરવામાં આવતા હતા. તેમજ સરકારી હોસ્પિટલનાં ર્ડાક્ટર દ્વારા અવાર નવાર નશાની હાલતમાં ફોન કરીને ધમકી આપવામાં આવતી હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા મનોજ સોનીની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે.