I am one of the Fortunate who never went to Pakistan
વિદાય /
હું એ નસીબદાર લોકોમાંથી છું જે ક્યારેય પાકિસ્તાન નથી ગયો, વિદાય ભાષણમાં ગુલામ નબી ભાવુક થયા
Team VTV01:50 PM, 09 Feb 21
| Updated: 02:20 PM, 09 Feb 21
ગુલામ નબીએ કહ્યું, હું એવા નસીબદાર લોકોમાંથી છું જે પાકિસ્તાન ક્યારેય નથી ગયો, પણ હું જ્યારે ત્યાંની પરિસ્થિતિ અંગે વાંચુ છું ત્યારે મને ગર્વની અનુભુતી થાય છે કે અમે હિન્દુસ્તાની મુસલમાન છીએ. વિશ્વમાં જો કોઈ મુસલમાનોને ગર્વ થવો જોઈએ તો તે હિન્દુસ્તાનનાં મુસલમાનોને થવો જોઈએ.
ગુલામ નબી આઝાદનો રાજ્યસભા કાર્યકાળ પૂરો થયો
જ્યાં ભણ્યો ત્યાં 14-15 ઓગસ્ટ ઉજવવામાં આવે છે
ગર્વ છે અમે હિન્દુસ્તાની મુસલમાન છીએ
રાજનીતિક અનુભવો રજૂ કર્યા
સિનિયર નેતા ગુલામ નબી આઝાદનો રાજ્યસભા કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. મંગળવારે સદનમાં પીએમ મોદી સહિત અન્ય દળોનાં નેતાઓએ ગુલામ નબી આઝાદની પ્રશંસા કરતા ભવિષ્ય માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા. આઝાદે બધાનો આભાર વ્યક્ત કરતા પોતાના લાંબા રાજનીતિક અનુભવો સદનમાં રજૂ કર્યાં.
કશ્મીરની પરિસ્થિતિમાં ઘણાં ફેરફાર જોવા મળે છે
જમ્મુ રિઝનનાં ગુલામ નબીએ જણાવ્યું કે, તેમણે દેશભક્તિ મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને મૌલાના આઝાદને વાંચીને શીખી છે. ગુલામ નબીએ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી અને સંજય ગાંધીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, તેમનાં લીધે તેઓ અહીં સુધી પહોંચી શક્યા છે. તેની સાથે ગુલામ નબીએ જણાવ્યું કે કશ્મીર ની પરિસ્થિતિ પહેલા કેવી હતી અને અત્યારે તેમાં ઘણાં ફેરફાર જોવા મળે છે. સાથે પાકિસ્તાન અંગે પોતાના મંતવ્યો પણ રજૂ કર્યાં હતા.
15મી ઓગસ્ટ ઉજવતા લોકો ઘણાં ઓછા હતા
ગુલામ નબીએ સદનમાં જણાવ્યું કે, હું કશ્મીરનાં સૌથી મોટા એસપી કોલેજમાં ભણતો હતો. જ્યાં 14 ઓગસ્ટ અને 15 ઓગસ્ટ બંને ઉજવવામાં આવે છે. 14 ઓગસ્ટ ઉજવનારની સંખ્યા વધારે હતી. હું અને મારા સાથી 15 ઓગસ્ટ ઉજવતા હતા અને એવા લોકો ઘણાં ઓછા હતા. પણ ત્યારબાદ અમે એક અઠવાડિયું કોલેજ નહોતા જતા કેમકે ત્યાં લોકો મારતા હતા. તે સમયથી પસાર થઈને અમે અહીં સુધી પહોંચ્યા છીએ.
મુસ્લિમ દેશો એકબીજા સાથે લડીને ખતમ થઈ રહ્યાં છે
ગુલામ નબીએ કહ્યું કે, હું એ નસીબદાર લોકોમાંથી છું જે પાકિસ્તાન ક્યારેય નથી ગયો, જ્યારે હું ત્યાની પરિસ્થિતિ અંગે જાણું છું ત્યારે અમને હિન્દુસ્તાની મુસલમાન હોવાનો ગર્વ થાય છે. વિશ્વમાં જો કોઈ મુસલમાનને ગર્વ થવો જોઈએ તો તે હિન્દુસ્તાની મુસલમાનોને થવો જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે, છેલ્લા 30-35 વર્ષોમાં અફઘાનિસ્તાનથી લઈને ઇરાક સુધી અમુક વર્ષો પહેલા જોઇએ તો મુસ્લિમ દેશ એકબીજા સાથે લડાઈ કરતા ખતમ થઈ રહ્યાં છે.ત્યાં કોઈ હિન્દુ કે ઈસાઇ નથી, તે લોકો એકબીજા સાથે જ લડી રહ્યાં છે. ગુલામ નબીએ કહ્યું કે, પાકિસ્તાનનાં સમાજમાં જે ખરાબીઓ છે, ખુદા કરે તે અમારા મુસલમાનોમાં તે ક્યારેય ના આવે.
સોપોરમાં પહેલી જનસભા
વધુમાં ગુલામ નબીએ કહ્યું કે, સીએમ બન્યા બાદ મેં પહેલી જનસભા સોપોરમાં કરી હતી. જ્યાં ગિલાની સાહેબ ત્રણ વાર વિધાયક ચૂંટાઈ ચૂક્યા છે. તે મિટિંગમાં કહ્યું કે મારી સરકારનો કોઈ મંત્રી ધર્મ કે મસ્જિદ કે પાર્ટીની બુનિયાદ પર નિર્ણય કરશે તો મને શરમ આવશે કે કોઈ મંત્રી કે ઓફિસર મારી સાથે કામ કરશે.