અમદાવાદ / હું IPS છું અધિકારી છું, તમે મારું નામ કેવી રીતે પૂછી શકો છો?’ નકલી IPS મહિલાની ધરપકડ

 i am an ips how can i get my icard says than fake ips woman arrested

અમદાવાદ શહેરની પોલીસ કમિશનર કચેરીમાં જવા માટે કોઇ પણ અજાણી વ્યક્તિને પહેલાં એન્ટ્રી ગેટ અને બાદમાં સીપી ઓફિસના કંટ્રોલરૂમની બહાર એક એન્ટ્રી કરાવવાનો નિયમ છે. અહીં કોઈ પણ વ્યક્તિ પોતાનું નામ, ક્યાંથી આવે છે, કોને મળવાનું છે, કયા કારણથી મળવાનું છે વગેરે જેવી વિગતો ભર્યા બાદ જ પ્રવેશી શકે છે. તેમ છતાં ગઈ કાલે પોલીસ કમિશનર કચેરીના પોલીસ કંટ્રોલરૂમમાં એક મહિલા ઘૂસી ગઇ હતી અને પોતાની ઓળખાણ આઇપીએસ અધિકારી તરીકે આપીને કર્મચારીઓને દમ માર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ