કોંગ્રેસની જીત બદલ PM મોદીએ પાઠવ્યાં અભિનંદન, કહ્યું,'જનાદેશનો હું વિનમ્રતાથી સ્વિકાર કરૂ છું'

By : admin 10:58 PM, 11 December 2018 | Updated : 10:59 PM, 11 December 2018
ન્યૂ દિલ્હીઃ પીએમ મોદી બોલ્યાં, વિનમ્રતાથી જનતાનો નિર્ણય સ્વીકાર્ય છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં બીજેપીની હાર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું,'અમે જનાદેશને વિનમ્રતા સાથે સ્વીકાર કરીએ છીએ. હું સેવાનો અવસર આપવા માટે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જનતાનો આભાર માનું છું. બીજેપીએ આ રાજ્યોમાં કલ્યાણને માટે ખૂબ પ્રયાસ કર્યો.'

એક અન્ય ટ્વિટમાં પીએમ મોદીએ કહ્યું કે,'કોંગ્રેસને તેની પોતાની જીત માટે શુભકામનાઓ. વિધાનસભા ચૂંટણી માટે બીજેપી કાર્યકર્તાઓનાં પરિવારોએ રાત-દિવસ કામ કર્યું છે. હું તેઓનાં કઠીન પરિશ્રમને સેલ્યુટ કરું છું. જીત અને હાર એ તો જિંદગીનો એક અભિન્ન ભાગ છે. આજનાં પરિણામ લોકોની સેવા કરવી અને ભારતનાં વિકાસ કરવા માટે કઠીન પરિશ્રમ કરવાનાં અમારા સંકલ્પને આગળ વધારશે.'

 Recent Story

Popular Story