Hyundaiની કાર ગ્રાહકોને ખરીદી માટે સૌથી ટૉપની પસંદગીમાં રહે છે. કંપની હાલમાં પોતાની લગભગ તમામ કારો પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે Hyundaiની કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ તમારા માટે સારો સમય છે. અહીં અમે આપને જણાવી રહ્યા છીએ Hyundaiની કઇ કાર પર મળી રહી છે મોટી છૂટ..
Grand i10:
Hyundai i10 પોપ્યુલર અને મોટી સંખ્યામાં વેચાતી કાર છે. તેના પ્રીમિયમ પેટ્રોલ મોડલ Magna Sportz અને Astaની એક્સ શૉરૂમ પ્રાઇઝ 500 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ક્રમશ: 4.99 5.49 અને 5.99 લાખ રૂપિયા છે. અન્ય પેટ્રોલ વર્ઝન પર 95000 રૂપિયાની છૂટ મળી રહી છે જેમાં 50000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ 20000 રૂપિયા એક્સચેન્જ બોનસ 20000 રૂપિયા લૉયલ્ટી બોનસ અને 5000 રૂપિયા કૉર્પોરેટ ડિસ્કાઉન્ટ શામેલ છે. ત્યારે 50000 રૂપિયીનું કેશ ડિસ્કાઉન્ટ 45000 એક્સચેન્જ બોનસ 20000 રૂપિયાની લૉયલ્ટી બોનસ અને 5000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટની સાથે ડિઝલ વર્ઝન પર 1.20 લાખ રૂપિયાની સુધી છૂટ મળી શકે છે. જોકે Era વેરિયન્ટ પર છૂટ ઉપલબ્ધ નથી. આ કારની શરૂઆતી કિંમત 4.73 લાખ રૂપિયા છે.
Xcent:
Xcent ના પેટ્રોલ-ડિઝલ બંને વેરિયન્ટ પર 90000 રૂપિયાની સુધી મળે છે. જેમાં 40000 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ 45000 રૂપિયા એક્સચેન્જ બોનસ અને 5000 રૂપિયા કૉર્પોરેટ ડિસ્કાઉન્ટ શામેલ છે. Xcent E વેરિયન્ટ પર આ છૂટ શામેલ નથી. આ કારની શરૂઆતી કિંમત 5.50 લાખ રૂપિયા છે.
Elite i20/i20 Active:
પ્રીમિયમ હેચબેગ સેગમેન્ટમાં આ કાર ઘણી લોકપ્રિય છે. આ કાર પર કંપની 20000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપી રહી છે. આ કાર ઑફર i20ના તમામ વેરિયન્ટ પર છે તેની શરૂઆતી કિંમત 5.41 લાખ રૂપિયા છે.
Verna:
શાનદાર લૂકવાલી આ કાર દેશની સૌથી વધુ વેચાની Sedan કારમાંથી એક છે. કંપની Verna તમામ વેરિયન્ટ પર 40000 રૂપિયા સુધીની છૂટ આપી રહી છે. જેમાં 20000 રૂપિયા એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને 20000 રૂપિયા લોયલ્ટી બોનસનો સમાવેશ થાય છે. તેની શરૂઆતી કિંમત 7.9 લાખ રૂપિયા છે.
Elantra:
Hyundai આ કારનો સારો લુક છે. કંપની તેના પેટ્રોલ મોડલ પર 77000 રૂપિયા અને ડિઝલ મોડલ પર 83000 રૂપિયા સુધી ફ્રી ઇન્શ્યોરન્સ આપે છે. આ કારની શરૂઆતી કિંમત 13.65 લાખ રૂપિયા છે.
Tucson:
Hyundai દમદાર કાર લગભગ 1.7 લાખનું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. કંપની પર પેટ્રોલ વેરિયન્ટ પર 90000 રૂપિયા અને ડિઝલ વેરિયન્ટ પર 1.02 લાખ રૂપિયાનું ફ્રી ઇન્સ્યોરન્સ આપી રહી છે. આ સિવાય ડિઝલ વેરિયન્ટ પર 70000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી રહ્યુ છે. તેની શરૂઆતી કિંમત 18.29 લાખ રૂપિયા છે.