બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:49 PM, 16 September 2024
સુહાગરાત જેવો પ્રસંગ સાચવી લેવા માટે છોકરીઓ ખતરનાક કામ કરી રહી છે તેવો એક રિપોર્ટ જાહેર થયો છે. જોકે તેઓ તેમની વતી સાચી છે પરંતુ કામ જોખમી કક્ષાની શ્રેણીમાં જ આવી શકે છે. 20 થી 30 વર્ષની છોકરીઓમાં હાયમેનોપ્લાસ્ટી નામની સર્જરીનું ચલણ વધ્યું છે. એટલે સેક્સ દરમિયાન તૂટેલા યોની પટલ (અંગ્રેજીમાં હાયમન)ને ફરી હતું તેવું ને તેવું કરવાની સર્જરી. આ સર્જરીને હાઈમેન રિસ્ટોરેશન સર્જરી, હાઈમેન રિપેર, હાઈમેનોરાફી અથવા હાઈમેન સર્જરી પણ કહેવામાં આવે છે. એટલે કે, જો તમે લગ્ન પહેલા કોઈની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોય, તો આ સર્જરી કરવામાં આવે છે જેથી પતિને તેની જાણ ન થાય. અખંડ હાયમનો અર્થ છોકરીએ લગ્ન પહેલા શારીરિક સંબંધો બાંધ્યા નથી તેવો થતો હોય છે. જોકે ડોક્ટરોએ આવું ઓપરેશન ન કરાવવાની સલાહ આપી છે.
ADVERTISEMENT
યોની પટલની સર્જરીમાં કેમ વધારો?
ચિંતાજનક સમાચાર એ છે કે યોનિમાર્ગની સર્જરી કરાવનારી છોકરીઓની સંખ્યા વધી રહી છે. આવી છોકરીઓને ડરે છે કે જો લગ્નની પહેલી રાતે પતિને ખબર પડે કે લગ્ન પહેલા તેણે કોઈ અન્ય સાથે શારીરિક સંબંધો બાંધ્યાં છે તો મોટી આફત થઈ શકે છે તેથી આ રહસ્યને રહસ્ય જ રહેવા દેવા માટે છોકરીઓ યોની પટલને રિપેર કરાવી રહી છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતમાં પણ તાજેતરના સમયમાં હાઈમેનોપ્લાસ્ટીમાં 20 થી 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. એક વખત શારીરિક સંબંધ બાંધ્યા પછી છોકરીઓ માત્ર શારીરિક જ નહીં માનસિક રીતે પણ તૂટી જાય છે. આવી સ્થિતિમાં, જ્યારે તેમના મગજમાં લગ્નનો વિચાર આવે છે, ત્યારે તેમને ડર લાગે છે કે તેમનું રહસ્ય ખુલી જશે અને આ ડરને કારણે તેઓ આ સર્જરીનો સહારો લે છે.
ADVERTISEMENT
શું છે યોની પટલનું ઓપરેશન
યોની પટલના ઓપરેશનમાં ડોક્ટર જે તે છોકરીનું યોની પટેલ પહેલાની જેમ અખંડ કરી નાખે છે એટલે પછી લગ્ન પહેલાના તેના સેક્સ સંબંધ છુપાઈ જાય છે. પહેલી રાત્રે સેક્સ કરતી વખતે પતિને કોઈ શંકા ન જાય તે માટે યુવતીઓ પોતાનો જીવ જોખમમાં મુકીને આ ખતરનાક ઓપરેશન કરાવતી હોય છે. પરંતુ લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધ્યા પછી પણ પુરૂષોને પોતાનું સત્ય સાબિત કરવાનો મોકો નથી મળતો!
યોની પટલ તૂટવાના બીજા પણ કારણો
જોકે યોની પટલ ફક્ત સેક્સથી જ તૂટે છે તે ભ્રમણા છે. ડોક્ટરો જણાવી રહ્યાં છે. સાઈકલિંગ, દોરડા કૂદવા, જંપ લગાવવો કે બીજા અઘરા કામો કરવાથી પણ છોકરીઓનું યોની પટલ તૂટી શકે છે.
વધુ વાંચો : રેપ પીડિતાની ઓળખ અને તસવીરો વોટ્સએપ ગ્રુપમાં પણ શેર નહીં કરી શકાય, ગણાશે ગુનો- HC
રિપોર્ટમાં શું અપાયા કારણો?
ફિલ્મોમાં વધતી જાતીય સતામણી યુવાનોના માનસ પર ઘણી અસર કરી રહી છે. તેથી જ હાલના સમયમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પણ આવા કૃત્યોમાં સંડોવાયેલા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત, આધુનિકતાની દુનિયા, હાથમાં બેફામપણે ફરતા પૈસા પણ તેનું એક મોટું કારણ છે. આ એક પાસું છે, બીજી તરફ, આજકાલ મોટાભાગના યુવકો છોકરીઓને કેવી રીતે નિયંત્રિત કરવું તે ખૂબ સારી રીતે સમજી ગયા છે. એક મોટો આરોપ છે કે મોંઘી બાઇક ચલાવીને, કારમાં, હીરોની જેમ હેરસ્ટાઇલ કરીને અને તેના જેવો પોઝ આપીને છોકરીઓ તેને ફોલો કરવા લાગે છે. આ કારણે છોકરાઓ સરળતાથી છોકરીઓનો ઉપયોગ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.