બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પ્રેમમાં તો આવું પણ થાય! ગર્લફ્રેન્ડે ખૂબ વિચિત્ર કારણે કર્યો આપઘાત, માન્યામાં નહીં આવે
Last Updated: 03:56 PM, 12 November 2024
બેંક ઓફ અમેરિકામાં સેમ્પલ એક્ઝિક્યુશન એનાલિસ્ટ તરીકે કામ કરતી 23 વર્ષીય ઈરમ નબી ડાર નામની યુવતીએ બોયફ્રેન્ડ દ્વારા વાત ન કરવાની વાતે આપઘાત કરીને મોતને વ્હાલું કરી લીધું હતું. તેણીએ કથિત રીતે તેના બોયફ્રેન્ડ સાથે ઝગડા બાદ અંતિમ પગલું ભર્યું હતું. ઈરમ ડાર જમ્મુ-કાશ્મીરના એક યુવકને પ્રેમ કરતી હતી પરંતુ ફોન પર બન્નેને ઝગડો થયો હતો અને ત્યારથી તે તેની સાથે સરખો વાત પણ કરતો નહોતા. આ વાતે તેને ખૂબ લાગી આવ્યું હતું.
ADVERTISEMENT
શું હતું આપઘાતનું કારણ
યુવતીના આપઘાતનું કારણ બોયફ્રેન્ડનું સરખી રીતે વાત ન કરવાનું છે. બોયફ્રેન્ડ તેની સાથે અવારનવાર ઝગડતો પણ હતો આ વાતે તેને લાગી આવ્યું હતું અને પરિણામે તેણે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લીધો હતો.
ADVERTISEMENT
ઘેર ગળેફાંસો ખાધો
યુવતીએ પોતાના ઘેર ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તે રોજ કામના કલાકો પછી તેની સાથે વાત કરતી હતી. જો કે છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે મતભેદો સર્જાયા હતા.
હૈદરાબાદમાં મહિલાની લાશ મળી
એક અલગ ઘટનામાં, શુક્રવારે, 8 નવેમ્બરના રોજ હૈદરાબાદના કુથબુલ્લાપુર વિસ્તાર, પેટબશેરાબાદમાં 25 વર્ષીય મહિલા મૃત હાલતમાં મળી આવી હતી. મૃતક મૂળ આંધ્રપ્રદેશની છે અને હૈદરાબાદમાં એક ખાનગી પેઢીમાં કામ કરતી હતી. પોલીસને શંકા છે કે લગ્નજીવનથી નાખુશ હોવાથી મહિલાએ આપઘાત કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.