Hyderabad Rape Murder case Cyberabad Police Commissioner V C Sajjanar IPS
હૈદરાબાદ રૅપ કેસ /
સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે
Team VTV10:34 AM, 06 Dec 19
| Updated: 11:41 AM, 06 Dec 19
આજે સવારે પોલીસની સાથે હૈદરાબાદના NH-44 હાઈવે પર આરોપીઓની અથડામણ થઈ અને તેમાં ચારેય આરોપી ઠાર મરાયા હતા. ઉલ્લેખનીય છે કે આ સમયે હૈદરાબાદ પોલીસની કમાન એવા વ્યક્તિના હાથમાં છે જે એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે ઓળખાય છે. તેમનું નામ છે પોલીસ કમિશ્નર વી.સી. સજ્જનાર.
આ છે એન્કાઉન્ટર મેન
રૅપ કેસના 4 આરોપીઓના કર્યા એન્કાઉન્ટર
ઉગ્રવાદીના એન્કાઉન્ટરમાં પણ નિભાવી હતી ભૂમિકા
હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કેસના ચારેય આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા છે. ચારેય આોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અથડામણમાં ચારેયને ઠાર મારવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સાઈબરાબાદ પોલીસની કમાન એવા વ્યક્તિના હાથમાં છે જેમને એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તે અન્ય કોઈ નહીં પણ સાઈબરાબાદ પોલીસ કમિશનર વી.સી. સજ્જનાર છે.
આ કેસ પહેલાં પણ અન્ય અનેક કેસમાં કરી ચૂક્યા છે પોઝિટિવ કામગીરી
હૈદરાબાદ કેસના 8 દિવસમાં પોલીસ સાથેની અથડામણમાં આરોપીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ એક કેસ નથી 2008માં તેલંગાણાના વારંગલમાં કોલેજની વિદ્યાર્થિની પર તેજાબ છાંટવામાં આવ્યું હતું. જેમાં ઘણો વિવાદ થયો હતો. તેના પણ 3 આરોપીઓએ પોલીસ કસ્ટડીમાં પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં 3 આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. માત્ર દુષ્કર્મ જ નહીં પણ ઉગ્રવાદીઓના એન્કાઉન્ટરમાં પણ તેઓ રોલ ભજવી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ એન્કાઉન્ટર થયું હતું તે જગ્યાએ પોલીસની ભીડ જામી છે અને સાથે જ લોકોએ પોલીસ જિંદાબાદના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.