hyderabad engineer produces petrol from plastic waste and sells it
OMG /
અનોખી શોધ : પ્લાસ્ટિકમાંથી બનાવેલ પેટ્રોલ મળે છે માત્ર રૂ.40માં પ્રતિલીટર
Team VTV07:27 PM, 30 Jun 19
| Updated: 07:36 PM, 30 Jun 19
પ્લાસ્ટિકનો કચરો એક એવા પ્રકારની વસ્તુ છે, જેનાથી સરળતાથી છુટકારો મેળવવો ખુબ જ કપરું છે. તે આપણા પર્યાવરણને પણ ખુબ જ નુકશાન પહોંચે છે. ખાસ કરીને દરિયાઈ અને પ્રવાસીઓ ધરાવતા વિસ્તારની વાત કરવામાં આવે તો અહીં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. દરિયામાં તો હવે માછલીઓથી વધુ કચરો જોવા મળે છે. આવા સમયે વિચારો કે આ નક્કામા કચરામાંથી જો પેટ્રોલ બનાવવામાં આવે તો તે કેટલું ઉપયોગી થાય...?
પ્રોફેસરનું પરાક્રમ
ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદમાં રહેનારા 45 વર્ષીય પ્રોફેસર સતીશ કુમારે પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવીને સૌને ચોંકાવી દીધા છે. તેઓ એક મિકેનિકલ એન્જીનિયર છે અને ઘણા વર્ષોથી હૈદરાબાદમાં રહે છે. તેનો આ પ્રયાસ ભવિષ્યને સુધારવામાં કામ આવી શકે છે. સતીશ કુમારે એક કંપનીની સ્થાપના કરી છે જે પ્લાસ્ટીકમાંથી પેટ્રોલ બનાવે છે.
500 કિલો પ્લાસ્ટિકમાંથી 400 લીટર બને છે પેટ્રોલ
પ્રોફેસર સતીશ કુમાર દાવો કરે છે કે તે ત્રણ તબક્કાની ખાસ પ્રક્રિયા દ્વારા પ્લાસ્ટિક માંથી પેટ્રોલ બનાવે છે. આ પ્રક્રિયાને પ્રોફેસર સતીશ કુમારે 'પ્લાસ્ટિક પાયરોલિસિસ' નામ આપવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, અમે પ્લાસ્ટિકને રિસાઇકલ કરીને ડીઝલ, પેટ્રોલ તથા હવાઇ જહાજનું એન્જીન તૈયાર કરીએ છીએ. આશરે 500 કિલો પ્લાસ્ટીકના કચરામાંથી 400 લીટર તેલ બને છે. આ એક પ્રકારની સાધારણ પ્રક્રિયા છે. જેના માટે પાણીની જરૂર પડે છે. એટલું જ નહીં આ પ્રક્રિયાથી વાયુ પ્રદુષણનો પણ ભય રહેતો નથી કારણ કે, સમગ્ર પ્રક્રિયા વેક્યુમ દ્વારા કરવામાં આવે છે.
પર્યાવરણને જાળવવાનો હેતું
પ્રોફેસર સતીશે જણાવ્યું કે આ કામ દ્વારા તેમનો હેતું પૈસા કમાવવાનો નથી પરંતુ પર્યાવરણી જાળવણીનો છે. તેમની વિચારધારા એવી છે કે આ કંપનીમાંથી તે નફો કમાવા તરફ જ કામ નહીં કરે પરંતુ પોતાના ભવિષ્યને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરશે.
40 રૂ.માં પ્રતિલીટર
એક અહેવાલ મુજબ, 2016 થી અત્યાર સુધીમાં તેમણે લગભગ 50 ટન પ્લાસ્ટિકને પેટ્રોલમાં બદલ્યું છે. તે એવા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે જે કોઈપણ પ્રકારે ફરીથી ઉપયોગ કરવામાં આવતુ નથી. દરરોજ 200 કિલો પ્લાસ્ટિક ઉપયોગથી તે 200 લીટર પેટ્રોલ બનાવે છે. આ પેટ્રોલને સતિશ કુમારની કંપની 40 રૂ. પ્રતિ લીટર સ્વરૂપે વહેંચે છે.
વડોદરા મહાનગર સેવાસદનના વહીવટી તંત્રના અધિકારીઓ દુ:ખે માથું અને ફૂટે પેટ તેવા ઘાટ ઘડતા હોય છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં માતૃછાયા સોસાયટી આવેલ ડ્રેનેજ લાઈનમાં મુશ્કેલી થઇ છે.