વિવાહ /
મારા તારી સાથે છુટ્ટાછેડાં થઇ ગયેલાં છે અને હવે હુ તમારા ઘરે ક્યારેય આવવાની નથી
Team VTV11:11 AM, 25 Jan 21
| Updated: 11:13 AM, 25 Jan 21
બનાસકાંઠાના દિયોદર પંથકમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાજીક જીવનમાં ભાગ્યે જ આવી ઘટના બનતી હોઇ પંથકમાં હળભડાટ મચી ગયો છે.
દિયોદરમાં ચોંકાવનારો કિસ્સો
પત્નીએ ખોટી સહી કરી લીધા છૂટાછેડા
પતિ સાસરે લેવા જતા ભાંડો ફૂટ્યો
પંથકની પરીણિત મહિલાએ તેના પતિની જાણ બહાર ખોટી સહી કરી છુટ્ટાછેડાંનો લેખ બનાવ્યો હતો. જે બાદમાં નોટરી કરાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા. જે બાદમાં સમગ્ર ઘટનાની જાણ ફરીયાદીને થતાં તેઓના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. જેમાં ફરીયાદી યુવકે પત્નિ અને તેની સાથે લગ્ન કરનાર ઇસમ, નોટરી અને સાક્ષી સામે પોલીસ ફરીયાદ નોંધાવતાં હડકંપ મચી ગયો છે.
ડિસેમ્બરમાં પત્ની પિયર જતી રહી
બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના ફોરણા ગામના યુવક સાથે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફોરણાના વિક્રમભાઇ ચૌધરીના લગ્ન ત્રણેક વર્ષ અગાઉ કાંકરેજના ખોડા ગામના કાળાભાઇ ચૌધરીની દીકરી મોઘીબેન સાથે થયા હતા. જે બાદમાં ગત 21-12-2020ના રોજ તેમની પત્નિ મોઘીબેન પોતાના પિયરે ગઇ હતી. આ તરફ 22-12-2020ના રોજ વિક્રમભાઇ દિયોદર આવતાં તેમની પત્નિને જોતાં તું ક્યારે ઘરે આવે છે તેવુ પુછ્યુ હતુ.
મારા તારી સાથે છુટ્ટાછેડાં થઇ ગયેલાં છે અને હવે હુ તમારા ઘરે ક્યારેય આવવાની નથી
જોકે તેમની પત્નિએ કહેલ કે, મારા તારી સાથે છુટ્ટાછેડાં થઇ ગયેલાં છે અને હવે હુ તમારા ઘરે ક્યારેય આવવાની નથી. આ સાથે મારા લગ્ન દિયોદરના ચૌધરી ભરતભાઇ સાથે થયેલા છે. મહત્વનું છે કે પત્નિએ આવું કહેતાં વિક્રમભાઇના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. જેથી તપાસ કરતાં તેમની પત્નિને તેમની ગેરહાજરીમાં બધા ડોક્યુમેન્ટ મેળવી છુટ્ટાછેડાંનો લેખ કરાવી નોટરી કરાવી હતી. જોકે નોટરી કરતી વખતે પણ તેઓ હાજર ન હોવા છતાં એડવોકેટે નોટરી કરી હોવાનું ખુલ્યુ હતુ. આ સાથે ભાભરના ઢેકવાડીના પ્રતાપજી ઠાકોરે પણ સાક્ષીમાં સહી કરી હોઇ તમામ સાથે વિક્રમભાઇએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.