Husband kills wife and sets fire to house in Godrej Garden City
અમદાવાદ /
ગોદરેજ ગાર્ડન સિટીમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી આગ ચાંપી દીધી, ગુસ્સાની જ્વાળામાં પત્ની હોમાઈ
Team VTV11:17 AM, 20 Jan 23
| Updated: 11:36 AM, 20 Jan 23
ગોદરેજ ગાર્ડન સિટીમાં V બ્લોકના ચોથા માળે આગ, પતિ પત્નીના ઝઘડામાં આગ લગાવી પતિએ કરી પત્નીની હત્યા
ગોદરેજ ગાર્ડન સિટીમાં V બ્લોકના ચોથા માળે આગ
પતિ પત્નીના ઝઘડામાં લગાવી આગ, પતિએ પત્નીની કરી હત્યા
હત્યા બાદ ઘરમાં લગાવી આગ, આગમાં પત્નીનું નિપજ્યુ મોત
પોલીસ અને ફાયર ફાઇટર ઘટના સ્થળે
અમદાવાદ ગોદરેજ ગાર્ડન સિટીમાં આગની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ પતિ-પત્નિના ઝઘડામાં આગ કાગાવ્યાં બાદ મહિલાનું મોત થયાનું સામે આવ્યું છે. જોકે સવારના સમયે બાળકો શાળાએ ગયા હોય તેમનો આબાદ બચાવ થયો છે. મહત્વનું છે કે, ગોદરેજ ગાર્ડન સિટી એ અમદાવાદનો પોશ વિસ્તાર છે. આજે સવારના સમયે બનેલી ઘટનામાં હાલમાં મહિલાનું મોત અને યુવક ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના પોશ વિસ્તારમાં આગની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. વિગતો મુજબ અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં V બ્લોકના ચોથા માળે આજે સવારે અચાનક આગ લાગી હતી. જોકે સ્થાનિકોના મતે સવારના V-405માં રેટ અનિલ વાઘેલા અને તેમની પત્ની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો. જોકે આ દરમ્યાન અચાનક ઝઘડો ઉગ્ર બન્યા બાદ બંનેએ એક બીજા ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.
સ્થાનિકોના મતે અચાનક ઘરમાં આગ લાગી હતી. જેથી આસપાસના લોકો તાત્કાલિક આગ બુઝાવવામાં લાગ્યા હતા. થોડી વારમાં પોલીસ અને ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં ફાયર ફાઇટર દ્વારા આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો.
જોકે અહી સૌથી મોટો સવાલ એ છે કે, આ આગ કોને લગાવી ? અને પતિ-પત્નિ ઇજાગ્રસ્ત હાલતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર થી મળ્યા તો તેઓ ચોથા મળે આગ લાગી હોવા છતાં ગ્રાઉન્ડ ફ્લોર પર ક્યારે પહોંચ્યા ? આવા અનેક સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
બાળકો શાળાએ ગયા હોવાથી બચી ગયા
મહત્વનું છે કે, ગોદરેજ ગાર્ડન સિટીમાં લાગેલી આગની ઘટનામાં પતિ-પત્નિ ઇજાગ્રસ્ત થવાની સાથે પત્નિનું મોત થયું છે. તો બીજી તરફ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પતિને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે અહી મહત્વની વાત એ છે કે, આજે સવારે આ ઘટના બની ત્યારે બાળકો શાળાએ ગયા હોઇ તેઓ આ દુર્ઘટનામાં બચી ગયા હતા.
શું કહ્યું ફાયર અધિકારીએ ?
સમગ્ર મામલે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, અમને આગ લાગી હોવાનો કોલ મળતા અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અમારી ટીમે જોયું તો ગ્રાઉન્ડ ફ્લોર પર જ પતિ-પત્નીએ એક બીજાને છરીના ઘા માર્યા હોય તે રીતે પડ્યાં હતા. જોકે આ ઘટનામાં મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે પતિને સોલા સિવિલ હોસ્પિટમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.