બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / પત્ની ભક્ત ! પત્ની સાથે સુવા માટે રોજ 320 કિમી સફર કરે છે આ શખ્સ, દિલચસ્પ કહાની
Last Updated: 10:00 AM, 21 July 2024
31 વર્ષીય શખ્સના હમણાં જ લગ્ન થયા છે અને તે તેની પત્ની સાથે રહે છે પરંતુ તેની ઓફિસ ઘરથી ઘણી દૂર છે. અંતર લગભગ 160 કિમી છે. આવી સ્થિતિમાં તે ઓફિસથી આવવા-જવા માટે 320 કિમીની મુસાફરી કરે છે. લિન શુ નામના આ વ્યક્તિએ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડુયિન પર તેની મુસાફરીના ઘણા વીડિયો શેર કર્યા છે.
ADVERTISEMENT
આ શખ્સ સવારે પાંચ વાગ્યે ઓફિસ જવા નીકળે છે
ADVERTISEMENT
વીડિયોમાં 31 વર્ષીય લિન શુ કહે છે કે તે સવારે 5 વાગે ઉઠે છે. તે પૂર્વ ચીનના શેનડોંગ પ્રાંતના વેઇફાંગ ખાતેના તેના ઘરેથી સવારે 5:20 વાગ્યે ઓફિસ માટે નીકળે છે. તેને દરરોજ સવારે 6:15 વાગ્યાની ટ્રેન પકડવી પડે છે. સ્ટેશન સુધી પહોંચવા માટે તેને ઇલેક્ટ્રિક બાઇકનો ઉપયોગ કરવો પડે છે. તે પછી સવારે 7:46 વાગ્યે શેનડોંગના પૂર્વ ભાગમાં શેનડોંગ પહોંચ્યા પછી તે મેટ્રોથી પોતાની ઑફિસે જાય છે.
વધુ વાંચોઃ- 'ફ્લાઈટમાં પોર્ન દેખાડ્યું પછી શરીરને અડવા લાગ્યો', હવાઈ સફરમાં મહિલા સાથે મોટો કાંડ
તે વહેલી સવારે ઓફિસ જતો હોવાથી તે ઓફિસની કેન્ટીનમાં નાસ્તો પણ કરે છે. આ પછી તે 9 વાગે ઓફિસ પહોંચે છે. તે સાંજે પણ આ જ રીતે ઘરે પરત ફરે છે. જણાવ્યું કે ઓફિસથી ઘરે જવામાં લગભગ ત્રણથી ચાર કલાક લાગે છે. જોકે લોકોને આશ્ચર્ય થયું કે તે આવું કેમ કરે છે? તેણે આનો જવાબ પણ આપ્યો છે.
તેનું કહેવું છે કે તેણે મે મહિનામાં જ તે છોકરી સાથે લગ્ન કર્યા જેની સાથે તે સાત વર્ષથી રિલેશનશિપમાં હતો. તે તેની પત્ની સાથે રહેવા માંગે છે, તેથી જ તે ઓફિસમાં અને ત્યાંથી આટલી દૂરની મુસાફરી કરે છે. વ્યક્તિએ એમ પણ કહ્યું કે મારી ઓફિસ જે વિસ્તારમાં આવેલી છે તે ઘર ખૂબ મોંઘું છે. મારી પત્ની પણ નોકરી શોધી રહી છે. એકવાર તેને પણ નોકરી મળી જશે પછી અમે ઘર રાખી લઈશું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.