બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:11 PM, 16 January 2025
યુપીના મુરાદાબાદમાં એક વ્યક્તિ રસ્તા પર જઈ રહ્યો હતો, ત્યારે તેણે તેની પત્નીને બીજા કોઈ વ્યક્તિ સાથે કારમાં બેઠેલી જોઈ. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પત્નીનો બોયફ્રેન્ડ હતો. પતિએ કારને રોકવાનો પ્રયાસ કર્યો પણ બોયફ્રેન્ડે કારના રોકી. છેવટે વ્યક્તિ કાર બોનેટ પર લટકતો જોવા મળ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ये किसी फ़िल्म की शूटिंग नहीं बल्कि यूपी के मुरादाबाद का मामला है। जहां एक मामूली विवाद के बाद युवक को बोनट पर लटका कर कई किलोमीटर तक कार दौड़ाई। #MORADABAD @Uppolice pic.twitter.com/2Zubhtqk55
— Arun (आज़ाद) Chahal 🇮🇳 (@ArunAzadchahal) January 15, 2025
જણાવી દઈએ કે, પતિ બોનેટ પર લટકો રહ્યો અને પત્નીના પ્રેમીએ કાર રોકી જ નહીં અને અનેક કિલોમીટર સુધી કાર ભગાવી. જો કે, આગળ જતાં કાર રોકાઈ અને પ્રેમી પકડાઈ ગયો. તેની સામે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો અને પોલીસે તેની ધરપકડ કરી.
વધુ વાંચો: OMG! આ તો શ્વાન છે કે ચિત્તો? રફ્તાર એવી કે જોનારાની પણ નજર ચૂક થઇ જાય, જુઓ વાયરલ Video
આ સમગ્ર ઘટના કટઘર વિસ્તારના આરટીઓ પાસે બની હતી. 15 જાન્યુઆરીએ સાંજે 6:30 વાગ્યાની આસપાસ યુવકની પત્ની માહિર સાથે કારમાં જોવા મળી હતી. જણાવી દઈએ કે, માહિર બોયફ્રેન્ડનું નામ છે. પત્નીને રંગેહાથ પકડવા પતિ કારની બોનેટ પર લટકી ગયો. જો કે, માહિરે કાર ન રોકી અને પતિને બોનેટ પર લટકાવીને દૂર સુધી લઈ ગયો. જ્યારે કાર આગળ ઉભી રહી ત્યારે બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ હતી.
ADVERTISEMENT
આ જોઈને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને એટલામાં ત્યાં પોલીસ પણ આવી ગઈ. હાલ મામલો નોંધાયો છે અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચોકલેટ ડેનું નજરાણું / VIDEO: 'છોકરા સામે આવું કરો છો, શરમ નથી આવતી? કપલની કામલીલા જોઈને ભડક્યાં આંટી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.