બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:18 PM, 20 July 2024
પત્ની સાથે અકુદરતી સંબંધ બાંધવા બદલ પતિને દોષી ઠેરવી શકાય? હાઈકોર્ટે આ સંદર્ભમાં સ્થિતિ સ્પસ્ટ કરી છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે જણાવ્યું છે કે જો પતિ-પત્ની વચ્ચેનું કૃત્ય આઈપીસીની કલમ 375 હેઠળ સજાપાત્ર ન હોય, તો પતિને આઈપીસીની કલમ 377 હેઠળ અકુદરતી જાતીય સંભોગ માટે દોષિત ન ઠેરવી શકાય છે.
ADVERTISEMENT
પતિ વિરૃ્દ્ધ દાખલ થયો હતો અકુદરતી સેક્સનો કેસ
હાઈકોર્ટે હરિદ્વારના સેશન્સ જજના ઓર્ડરમાં ફેરફાર કરતી વખતે આ અવલોકનો કર્યા હતા, જેમાં પતિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 377 (તેની પત્ની સાથે કથિત રીતે અકુદરતી સેક્સ કરવા બદલ) તેમજ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : છોકરી જોતાં અંકલમાં ભૂત જાગ્યું ! કારમાં લિફ્ટ આપીને કહ્યું, 'એક કામ કરીશ'
શું હતો કેસ
ADVERTISEMENT
ડિસેમ્બર 2010માં લગ્ન કરનાર એક પત્નીએ તેના પતિ પર એવા આરોપ મૂક્યાં હતા લગ્ન બાદ પતિ તેની સાથે ઈ્ચ્છા વિરૃદ્ધ અકુદરતી સેક્સ સંબંધો બાંધતો હતો જેને કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને મેડિકલ સારવારની જરુર હતી આમ છતાં પણ પતિ બળજબરીથી ગુદા મૈથુન કરતો રહ્યો હતો. પત્નીએ એવો પણ આરોપ મૂક્યો હતો કે તેના 8 થી 10 મહિનાના બાળકને લેપટોપ પર સ્પસ્ટ સામગ્રી દેખાડીને અયોગ્ય વ્યવહારની ફરજ પાડી જેથી પત્ની અકુદરરતી સેક્સની તેની ખોટી માગોને સ્વીકારી શકે. એફઆઈઆરમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે ખૂબ જ વિચિત્ર વર્તન કરતો હતો, ઘરની વસ્તુઓ ફેંકતો હતો, રૂમની સામે પેશાબ કરતો હતો, નાના બાળકને તેનો પ્રાઈવેટ પાર્ટ બતાવતો હતો અને બાળકની સામે બળજબરીથી ઓરલ સેક્સ કરતો હતો. પત્નીનો એવો પણ આરોપ છે કે પતિ તેને નિયમિત રીતે માર પણ મારતો હતો અને અકુદરતી સેક્સ ચાલું રાખ્યું હતું જેના કારણે તેણીને ફરીથી ઈજાઓ થઈ હતી. પોલીસ તપાસ બાદ અરજદાર સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે 8 એપ્રિલ, 2019ના રોજ આ કેસની નોંધ લીધી હતી.
અકુદરતી સેક્સ છૂટાછેડાનું કારણ બની શકે
ADVERTISEMENT
આઈપીસીની કલમ 377 એ એક અલગ ગુના માટે સજા પ્રદાન કરતી સ્વતંત્ર જોગવાઈ છે અને તે પતિની તરફેણમાં કોઈ અપવાદ કરતી નથી. છેલ્લે, એવી દલીલ પણ કરવામાં આવી હતી કે હિંદુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 13(2)(ii) હેઠળ, ગુદા મૈથુન છૂટાછેડા માટેનું કારણ હશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.