ઘરેલૂ હિંસાનો શિકાર થયેલી મહિલાઓના કિસ્સાઓ ઘણી વખત સામે આવે છે. પણ યુપીના દેવરિયા જિલ્લામાં પતિ પત્નીનો એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે.
યુપીમાંથી આવ્યો અજીબોગરીબ કિસ્સો
ઘરવાળીની ફરિયાદ લઈ પોલીસ પાસે પહોંચ્યો પતિ
પત્ની પર લગાવ્યા આ આક્ષેપ
ઘરેલૂ હિંસાનો શિકાર થયેલી મહિલાઓના કિસ્સાઓ ઘણી વખત સામે આવે છે. પણ યુપીના દેવરિયા જિલ્લામાં પતિ પત્નીનો એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં એક પતિએ પત્ની પર પ્રતાડિત કરવાનો આરોપ લગાવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી.
પત્ની પર લગાવ્યો મોટો આક્ષેપ
અહીં બનકટા ક્ષેત્રના ભઠહી ભાટ ગામના નિવાસી મનૌવ્વર અલીએ ફરિયાદ લખાવતા પત્ની પર અલગ અલગ રીતે પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, લગ્નના લગભગ એક વર્ષ પહેલા કુશીનગરના પિપરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં થઈ હતી.
ઘરવાળીથી તંગ આવી ગયો પતિ
આરોપ છે કે, તેની પત્ની તેની વાત નથી માનતી અને તથા કોઈ પણ કારણ વગર ગામલોકોને જેવી તેવી વાતોમાં ફસાવીને મને માર ખવડાવે છે. આ ઉપરાંત 112 નંબર ડાયલ કરીને પોલીસ બોલાવી મને હેરાન કરે છે. જ્યારે તેના પિયરમાં ફોન કરીને કોઈને બોલાવીએ તો, તેઓ પણ નથી આવતા.
ગામના લોકો પાસે માર ખવડાવે છે
23 એપ્રિલની રાતે નવ વાગ્યાએ પત્નીએ ગામના અમુક લોકો પાસેથી માર ખવડાવ્યો હતો. અંધારાનો લાભ ઉઠાવીને મારનારા લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. એસઓ દિલીપ સિંહે જણાવ્યું હતું કે, આ કેસમાં તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.