બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Hurry up - the government is distributing cheap gold till tomorrow, find out where and how to buy
Megha
Last Updated: 09:52 AM, 23 June 2022
ADVERTISEMENT
શેર બજાર દરરોજ નીચે પડી રહ્યું છે અને હાલ દુનિયાભરમાં મંદીની આશંકા વર્તાઇ રહી છે, એવામાં દરેક રોકાણકારોના શ્વાસ અધ્ધર ચઢી ગયા છે અને વિચારમાં મુકાયા છે કે આખરે રોકાણ કરવું તો કેમાં અને કેવી રીતે કરવું. આ મુંજવણ વચ્ચે સરકારે લોકો માટે સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign gold bond) નામની એક સ્કીમ બહાર પાડી છે. આમાં રોકાણકારો સોનામાં સસ્તી રીતે રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 24 જૂન છે.
હવે મોંઘી વસ્તુ સસ્તામાં મળે એ તો કોને પસંદ નથી પડતું અને એમાં જ સોના જેવી ધાતુ જો સસ્તામાં મળતી હોય તો આ મોકો ક્યારેય હાથમાંથી જવા ન દેવાય. ભારતીય રીઝર્વ બેંકે આ વખતે ગોલ્ડ સબસ્ક્રિપ્શન ની કિંમત 5091 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે. દર વખતની જેમ આ વખતે પણ ઓનલાઈન આવેદન કરનાર રોકાણકારોને બોન્ડ સમયે નક્કી કિંમત પર પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ આપવામાં આવશે. આ વચ્ચે દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આ સ્કીમમાં રોકાણ કરવાના 6 ફાયદા જણાવ્યા હતા.
ADVERTISEMENT
SBIએ જણાવ્યા 6 ફાયદા-
Don’t miss out on the golden rush!
— State Bank of India (@TheOfficialSBI) June 22, 2022
Sovereign Gold Bonds are a great way to invest for long-term gains.
There are many advantages of investing in them, but listed here are the top 6 for you.
Know More: https://t.co/toePwihkKR#GoldBond #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/0m9PUnR0eD
સોવરેન ગોલ્ડ બોન્ડની કિંમત રીઝર્વ બેંક દ્વારા નકી કરવામાં આવે છે. આ બોન્ડમાં તમે ઓછામાં ઓછું 1 ગ્રામ અને વધુમાં વધુ ચાર કિલો સોનામાં રોકાણ કરી શકો છો. સાથે જ આ બોન્ડમાં ટેક્સથી પણ રાહત મળે છે. આ બોન્ડની મૈચ્યોરિટી 8 વર્ષ પછી થાય છે. એટલે કે આઠ વર્ષ પછી તમને તેમાંથી પૈસા મળશે . જો કે 5 વર્ષ પછી પૈસા ઉપાડવાણો વિકલ્પ પણ આપે છે.
આ સોવરેન ગોલ્ડ બોન્ડ તમે બેંક અથવા BSE, NSEની સાઇટ પરથી ખરીદી શકો છો. સોવરેન ગોલ્ડ બોન્ડમાં સોનાની શુધ્ધતાની કોઇ ચિંતા નથી હોતી. આ યોજના વર્ષ 2015થી શરૂ થઈ છે અને આજ સુધી ઘણા રોકાણકારોએ આમાં નિવશે કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.