સાવધાન / કોરોના મહામારી કરતા પણ મોટી ચેતવણી, વિશ્વ નહીં ચેતે તો હોમાઈ જશે કરોડો જિંદગી

Hunger and Undernourishment world

વર્તમાન કોરોના સંકટમાં વિશ્વભરના કરોડો લોકો ભૂખમરા તરફ ધકેલાઇ રહ્યા છે એવી સંયુક્ત રાષ્ટ્રસંઘની ચેતવણીને વિશ્વના તમામ સત્તાધીશોએ ગંભીરતાથી લેવી જોઇએ. ભૂખમરો એ આમ તો સમગ્ર વિશ્વની સમસ્યા છે, પરંતુ ભારતના સંદર્ભમાં આ સ્થિતિ વધુ ચિંતાજનક છે, કારણ કે અહીં વસ્તીનો એક ભાગ તો પહેલાંથી જ ભૂખમરાનો શિકાર બનેલ છે. આશ્ચર્યજનક વાત એ છે કે ભારત પાસે ભૂખમરાની સમસ્યા સાથે કામ લેવા પર્યાપ્ત સાધન-સંસાધન હોવા છતાં ભારતની ગણતરી એવા દેશોમાં થાય છે કે જ્યાં ભૂખમરો એ એક મોટી સમસ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ