Hundred Percent Natural Hair Conditioner For Damage Free Hair
હેર પ્રોબ્લેમ /
શેમ્પૂ કરવાના માત્ર 10 મિનિટ પહેલાં લગાવો આ વસ્તુ, વાળ થશે એકદમ મજબૂત, ડેમેજ વાળ માટે છે વરદાન
Team VTV11:19 AM, 20 Jan 21
| Updated: 11:21 AM, 20 Jan 21
વાળ ડેમેજ થવા પાછળ અને નબળા થવા પાછળ અનેક કારણો રહેલાં છે. અત્યારના સમયમાં મોટાભાગના લોકોને વાળની સમસ્યા થતી હોય છે. ખાસ કરીને શિયાળામાં આ સમસ્યાઓ વધી જતી હોય છે. આ સીઝનમાં વાળ વધુ શુષ્ક થઈ જાય છે, જેના કારણે વાળ વધુ ડેમેજ થાય છે ખરવા લાગે છે.
વાળ માટે વરદાન છે આ એક ઉપાય
શેમ્પૂ કરવાના 10 મિનિટ પહેલાં વાળમાં લગાવો
વાળ નેચરલી સ્મૂધ થશે, નહીં કરાવી પડે કોઈ મોંઘી ટ્રીટમેન્ટ
શિયાળામાં લોકો હેર ડ્રાયરનો વધુ ઉપયોગ કરે છે. તેના કારણે વાળનું ઉપરનું પડ ડેમેજ થાય છે અને વાળનું નેચરલ ઓઈલ ખતમ થઈ જાય છે. સાથે જ કેમિકલ યુક્ત શેમ્પૂ પણ વાળને નુકસાન પહોંચાડે છે. આ તમામ કારણોથી વાળને ખરાબ અસર થાય છે, જેના બચવા માટે વાળમાં નેચરલ કંડીશનર બનાવીને લગાવવું જોઈએ.
નેચરલ કંડીશનર આ રીતે બનાવો
ઘરમાં જ નેચરલ કંડીશનર બનાવવા માટટે એક કેળુ અને અડધું એવોકાડો અને 2 ચમચી ઓલિવ ઓઈલ જોઈએ.
સૌથી પહેલાં કેળાને છોલીને મેશ કરી લો અને એવોકાડોને પણ પીસીને પેસ્ટ બનાવી લો. હવે બંનેને મિક્સ કરીને તેમાં ઓલિવ ઓઈલ મિક્સ કરો. બસ તૈયાર છે કંડીશનર.
આ રીતે લગાવો
સામાન્ય રીતે કંડીશનર ભીના વાળમમાં લગાવવામાં આવે છે. પરંતુ આ કંડીશનરનો ઉપયોગ કોરા વાળમાં કરવાનો છે. તેના માટે વાળમાં બધી જગ્યાએ આ કંડીશનર લગાવી દો. પછી 10 મિનિટ વાળમાં રાખીને શેમ્પૂ કરી લો. આનાથી તમારા વાળ સ્મૂધ થઈ જશે. શાઈન વધશે અને ડેમેજ કંટ્રોલ કરવામાં મદદ મળશે. આ કંડીશનર સપ્તાહમાં 2-3વાર તમારા વાળમાં લગાવો.
જાણો તેના ફાયદા
તમારા વાળમાં આ નેચરલ કંડીશનર લગાવશો તો જોરદાર અસર કરશે. કેળા તમારા વાળને પોષણ આપશે અને મૂળથી મજબૂત બનાવશે. સાથે જ નેચરલ શાઈન પણ વધારશે.
એવોકાડો વાળને મોઈશ્ચરાઈઝ કરશે. તેની ઉપરી લેયરને તડકા અને પોલ્યૂશનથી બચાવશે. સાથે જ ઓલિવ ઓઈલ વાળને પોષણ આપશે અને મૂળમાં મોઈશ્ચર લોક કરશે. જેનાથી વાળ ડેમેજ નહીં થાય.