બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / અન્નૂ કપૂરની ફિલ્મ 'હમારે બારહ' પર ઉભો થયો વિવાદ, NCPનો વિરોધ, ફિલ્મ પર પ્રતિબંધની ઉઠી રહી માંગ
Last Updated: 11:48 AM, 28 May 2024
એક્ટર અન્નૂ કપૂરની ફિલ્મ 'હમ દો હમારે બારહ' વિવાદોના ઘેરામાં આવતી જઈ રહી છે. ડાયરેક્ટર કમલ ચંદ્રાની આ ફિલ્મમાં અન્નૂ કપૂરની સાથે પાર્થ સમથાન, અશ્વિની કાલસેકર અને પારિતોષ તિવારી જેવા કલાકાર પણ છે. થોડા દિવસો બાદ થિએટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે. અત્યાર સુધી સોશિયલ મીડિયા પર પોતાના ટાઈટલ અને કન્ટેન્ટ માટે લોકો પાસેથી વિરોધ સહન કરી રહેલી આ ફિલ્મ પર અત્યાર સુધી એક પોલિટિકલ પાર્ટી પણ નારાજ થઈ ગઈ છે.
ADVERTISEMENT
'હમ દે હમારે બારહ'ના વિરોધમાં ઉતરી NCP
ADVERTISEMENT
અન્નૂ કપૂરની ફિલ્મ 'હમ દો હમારે બારહ'નું ટ્રેલર હાલમાં જ આવ્યું હતું. જેના બાદ તેના પર વિવાદ શરૂ થઈ ગયો. હવે મહારાષ્ટ્રના વાશિમમાં આ ફિલ્મના વિરોધમાં રાષ્ટ્રવાદી કોંગ્રે પાર્ટીએ નિવેદન આપ્યું છે અને ફિલ્મની રિલીઝ રોકવા અને બેન લગાવવાની માંગ કરી છે.
કારંજા શહેરમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના જિલ્લા અદ્યક્ષના લેટર હેડ પર મુસ્લિમ સમાજના લોકોએ જિલ્લા અધિકારી પાસેથી એવી પણ માંગ કરી કે ફિલ્મના ડાયરેક્ટર અને ટીમ પર પણ કાર્યવાહી કરવામાં આવે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તાએ કહ્યું કે તે ફિલ્મ મુસ્લિમો પર બનાવવામાં આવી છે. તેનાથી મુસ્લિમ સમુદાયની ભાવનાને ઠેસ પહોંચી છે. તેમણે કહ્યું, "અમે જિલ્લા અધિકારીને મેમોરેન્ડમ આપ્યું છે જેમાં અમે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની સાથે તેના ડાયરેક્ટર અને આખી કાસ્ટ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT