બ્રેકિંગ ન્યુઝ
VTV / Humans May Start Eating Each Other Due To Lack Of Food In Space Scientist Warns Scientists warn of painful end
Hiralal
Last Updated: 05:17 PM, 27 December 2021
ADVERTISEMENT
મનુષ્યો આગામી સમયમાં અંતરિક્ષમાં વસવાટનું સપનું જોઈ રહ્યો છે પરંતુ આ એટલું સરળ નથી. કેટલાક નિષ્ણાંતોએ એવી ચેતવણી આપી છે કે જો આપણે અંતરિક્ષમાં કોલોની વસાવવામાં સફળ થઈશું તો તે એટલું આસાન નહીં હોય. અંતરિક્ષમાં કોલોની વસાવવામાં સામે આવનાર પડકારો અંગે વૈજ્ઞાનિકોએ કહ્યું કે અંતરિક્ષમાં ખાવા-પીવાની ચીજોની અછત થઈ શકે છે તેથી લોકો એકબીજાને ખાવા લાગશે. વૈજ્ઞાનિકોએ ગુરુના ચંદ્ર કૈલિસ્ટો અને શનિના ચંદ્ર ટાઈટન પર મનુષ્યોના જીવન વસવાની સંભાવના વ્યક્ત કરી છે.
ટેકનોલોજીનું પહેલું પરીક્ષણ જરુરી
એડિનબર્ગ યુનિવર્સિટીમાં એસ્ટ્રોબાયોલોજીના પ્રોફેસર ચાર્લ્સ કોકેલે જણાવ્યું કે જળવાયુ સંકટને કારણે આપણી પૃથ્વીના વેરાન થવાનો ખતરો છે. આ કોલોની વસાવવી આપણી મજબૂરી છે. તેમણે કહ્યું કે વિલુપ્ત થવાને બદલે પ્રજાતિઓને ફેલાવવી એક સમજદારી ભર્યું પગલું હશે. તેમણે કહ્યું કે સ્પેસમાં કોલોની સ્થાપિત કરવાની પ્રણાલી વિશ્વસનીય હોવી જોઈએ અને તેથી પહેલું પરીક્ષણ કરવું જરુરી છે.
ADVERTISEMENT
અંતરિક્ષમાં મનુષ્યોની સામે સૌથી મોટો પડકાર ખાવાનું ક્યાંથી લાવવું
પ્રોફેસર કોકેલે જણાવ્યું કે જો ભવિષ્યમાં અંતરિક્ષમાં મનુષ્ય કોલોની વસાવવાનું શક્ય બનશે તો સૌથી મોટી સમસ્યા ખાવાનું ક્યાંથી લાવશે તે હશે. આવા કિસ્સામાં મનુષ્યો એકબીજાને ખાવા લાગશે.
કેમ આપવી પડી આ ભયંકર ચેતવણી
હકીકતમાં અંતરિક્ષમાં મનુષ્યોના વસવાટની દિશામાં વૈજ્ઞાનિકોએ મહત્વનું કામ શરુ કર્યું છે. ભવિષ્યમાં મનુષ્યો અંતરિક્ષમાં વસવાટ કરે તે દિવસો હવે દૂર નથી. પરંતુ ખરો સવાલ એ છે કે આવી સ્થિતિમાં મનુષ્યો અંતરિક્ષમાં ભોજન ક્યાંથી લાવશે તેથી મનુષ્યો એકબીજાને ખાઈ શકે છે આ કારણોસર વૈજ્ઞાનિકોએ અત્યારથી ચેતવણી આપવી પડી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.