અમેરિકા: બોસ્ટન સહિત 3 શહેરોમાં થયો ગેસ વિસ્ફોટ, કેટલાક લોકો ઘાયલ

By : krupamehta 10:49 AM, 14 September 2018 | Updated : 11:11 AM, 14 September 2018
વોશિંગ્ટન: અમેરિકાના બોસ્ટનની નજીક આવેલા 3 કસ્બામાં આગ લાગવા તથા શંકાસ્પદ ગેસ વિસ્ફોટો બાદ મોટી સંખ્યામાં લોકોને ત્યાંથી નિકાળવાનું કામ ચાલી રહ્યું છે. પોલીસે જણાવ્યું કે વિસ્ફોટોમાં આ વિસ્તારોમાં રહેનાર લોકો ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા છે જેમાંથી એક ગંભીર રીતે ઘાયલ છે. 

પોલીસે જણાવ્યું છે કે લોરેન્સ, એન્ડોવર અને ઉત્તર એન્ડોવરના મોટા ભાગથી આગ લાગવા, વિસ્ફોચ થવા પર ગેસની ગંધ આવવાની સૂચનાઓ મળી છે. જો કે પોલીસે જણાવ્યું કે હાલ ગેસ લાઇનનું દબાણ ઓછું કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને એમાં થોડો સમય લાગી શકે છે. 

જે વિસ્તારોમાં ગેસની ગંધ આવી રહી છે એ જગ્યાઓને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. સ્થિત કાબૂમાં લાવ્યા બાદ સંયુક્ત તપાસ કરાવવામાં આવશે. 

નોંધનીય છે કે ગુરુવારે એક પ્રકાશનમાં કંપનીએ કહ્યું હતું કે રાજ્યભરના આસ-પડોશના વિસ્તારોમાં પ્રાકૃતિક ગેસ લાઇનોનો અભ્યાસ કરવાની છે.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story