બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / રિલીઝ પહેલા જ 'સિંઘમ અગેન'નો જોરદાર ક્રેઝ, દોઢ લાખથી વધુ એડવાન્સ ટિકિટ બુક, ભૂલભૂલૈયા 3નો પણ દબદબો
Last Updated: 09:20 AM, 31 October 2024
કાર્તિક આર્યન અને અજય દેવગન માટે શુક્રવારનો દિવસ ખૂબ ખાસ રહેવાનો છે. આ દિવસે કાર્તિક અને અજયની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે. રિલીઝ પહેલા બંને ફિલ્મોનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. હવે આ બંનેમાંથી કઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર આગળ રહેશે તે તો શુક્રવારે જ ખબર પડશે, પરંતુ એડવાન્સ બુકિંગના મામલે કઈ ફિલ્મ આગળ છે તેની માહિતી સામે આવી છે.
ADVERTISEMENT
'ભૂલ ભૂલૈયા 3' વિ 'સિંઘમ અગેન' સ્ક્રીન પર
ADVERTISEMENT
'સિંઘમ અગેન'ની સ્ટારકાસ્ટ ઘણી મોટી છે. તેમાં અજય દેવગન, અર્જુન કપૂર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, કરીના કપૂર ખાન, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, જેકી શ્રોફ જેવા સેલેબ્સ છે. આવી સ્થિતિમાં સેકનિલ્કના અહેવાલ મુજબ આ ફિલ્મને કુલ 11,634 શો આપવામાં આવ્યા છે. જ્યારે કાર્તિક આર્યન, માધુરી દીક્ષિત, તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'ને કુલ 8,668 શો આપવામાં આવ્યા છે.
આટલી ટિકિટો વેચાઈ
ગુરુવારે (31 ઓક્ટોબર) સવારે 6 વાગ્યા સુધી કાર્તિક આર્યનની 'ભૂલ ભૂલૈયા 3'ની 2,29,001 ટિકિટોનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. જ્યારે 'સિંઘમ અગેઇન'ની 1,82,880 ટિકિટ વેચાઈ છે.
આ પણ વાંચોઃ બોલિવૂડ / હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની નતાશાએ બોયફ્રેન્ડ સાથે કર્યો ખુલ્લમ ખુલ્લા રોમાન્સ, જુઓ વીડિયો
એડવાન્સ બુકિંગ દ્વારા કરોડોની કમાણી
એડવાન્સ બુકિંગ દ્વારા કમાણીની વાત કરીએ તો કાર્તિક આર્યનની 'ભૂલ ભુલૈયા 3' અજય દેવગનની 'સિંઘમ અગેન' કરતા આગળ છે. એડવાન્સ બુકિંગ દ્વારા 'ભૂલ ભૂલૈયા 3'એ 7.39 કરોડ રૂપિયા અને 'સિંઘમ અગેઇન'એ 5.96 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.