બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ઋતિક રોશને 27 વર્ષ પહેલા લખેલી નોટ્સ કરી શેર, કઈ કઈ ઈચ્છા થઈ પૂર્ણ? ખુદ જણાવ્યું
Last Updated: 03:49 PM, 14 January 2025
અભિનેતા હ્રિતિક રોશને સોશિયલ મીડિયા પર 25 વર્ષ પૂર્ણ થવા બદલ એક નોટ શેર કરી. આ નોટ હ્રિતિકની પ્રથમ ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' રિલીઝ ત્યારની છે. જો કે આ નોટ ઇન્સ્ટાગ્રામ શેર કરવામાં આવી અને જોતજોતા આ પોસ્ટ વાયરલ થઇ ગઈ.
ADVERTISEMENT
ADVERTISEMENT
તેણે કેપ્શનમાં લખ્યું, '27 વર્ષ પહેલાની મારી નોટ્સ. મારી પહેલી ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' માટે અભિનેતા તરીકે તૈયારી કરી રહ્યો હતો અને તે વખતે મને યાદ છે કે હું કેટલો નર્વસ હતો. તેનું કહેવું છે કે, હું હજી પણ ફિલ્મ શરૂ કરતી વખતે નર્વસ થઈ જાઉં છું. અભિનેતાએ આગળ લખ્યું, 'હું આ બધું શેર કરવામાં સંકોચ અનુભવું છું, પરંતુ 25 વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીમાં રહ્યા પછી મને લાગે છે કે હવે હું આને વધુ વધુ સારી રીતે કરી શકીશ.'
વધુ વાંચો: ઘૂમ 4માં ધૂમ મચાવશે રણબીર કપૂર, વિલેન બનશે કે હીરો? આ સમયે શરૂ થશે શૂટિંગ?
હ્રિતિકે પોતાની પોસ્ટમાં એમ પણ કહ્યું કે ત્યારથી લઈને અત્યાર સુધી શું બદલાયું છે? તેણે લખ્યું, 'જ્યારે હું આ પેજને જોઉં છું તો આશ્ચર્ય પામું છું કે ત્યારથી લઈને અત્યાર સુધી શું બદલાયું છે, મને લાગે છે કે કંઈપણ બદલાયું નથી. જે છે એ બસ આવું જ છે. ઘણી બધી વસ્તુઓ માટે હું ભગવાનનો આભારી છું અને હજુ ઘણું બધું કરવાનું પણ બાકી છે. હ્રિતિકે કહ્યું, 'કહો ના પ્યાર હૈ'ની 25મી એનીવર્સરી છે. પ્રથમ પેજની નીચે "એક દિવસ" લખેલું છે. એમાં લખેલું છે કે, આવો દિવસ કદાચ આવ્યો નહીં અને જો આયો હશે તો એના માટે હું કદાચ તૈયાર હોઈશ અને નહીં હોવું.
આ પહેલા હૃતિક રોશને તેની આવનારી ડોક્યુમેન્ટ્રીના અવસર પર પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તેને પસંદ નથી કે કોઈ તેના પર વધારે ધ્યાન આપે. 'ગ્રીક ગોડ' તરીકે ઓળખાતા અભિનેતાએ પ્રેસ કોન્ફરન્સમાં જીવન સાથે જોડાયેલી કેટલીક વિચિત્ર વાતોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.