અભિનેતા રિતિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સુપર 30' હવે 12 જુલાઇએ રિલીઝ થશે. નિર્માતાઓએ તેની જાહેરાત કરી છે.
આ માસની શરૂઆતમાં રિતિક રોશને કહ્યું હતું કે, તે કોઇપણ વિવાદમાં પડવા માંગતા નથી. તેથી એમણે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી દીધી છે. એમણે એમ પણ કહ્યું કે, કોઇપણ પ્રકારની પર્સનલ ટ્રૉમા અને માનસિક હિંસાથી બચવા માટે એમણે આ પગલુ ઉઠાવ્યું છે.
જોકે પોતાની પોસ્ટમાં રિતિકે એ નહોતું બતાવ્યુ કે તેમની ફિલ્મ ક્યારે રિલીઝ થશે. રિતિકના આ નિવેદન પહેલા, કંગના રનૌતની ફિલ્મ 'મેન્ટલ હૈ ક્યા' ની રિલીઝ તારીખ આગળ વધારીને 26 જૂલાઇ કરી દેવામાં આવી હતી. પહેલા 'સુપર 30' પણ 26 જૂલાઇ પર રિલીઝ થવાની હતી.
— Reliance Entertainment (@RelianceEnt) May 25, 2019
એક જ દિવસે બે ફિલ્મ રિલીઝ થવાને કારણે કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. જોકે, નિર્માતા એકતા કપૂરે કહ્યું હતું કે ફિલ્મની રિલીઝની તારીખ બદલવાના નિર્ણયનો કંગના અને રિતિક વચ્ચેના વિવાદ સાથે કોઇ સંબંધ નથી. 'સુપર 30' ગણિતજ્ઞ આનંદ કુમારના જીવન અને તેમના શેક્ષણિક કાર્યક્રમ સુપર 30 પર આધારિત છે.
Finally, the wait is over. Now ‘Super 30’ is all set for release in all the cinema halls on July 12. The way the film director and artistes have worked hard for the film, I am confident that you will like the film. pic.twitter.com/Ej9a2Md1jZ
ફિલ્મનું નિર્માણ નાડિયાદવાલા ગ્રેન્ડસન એન્ટરટેનમેન્ટ અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટ દ્વારા કરાયું છે. શનિવારે રિલાયન્સ એન્ટરટેનમેન્ટના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર કહેવામાં આવ્યું કે 'સુપર 30' હવે 12 જૂલાઇ પર રિલીઝ થશે.