Howdy Modi style event in the works for Donald Trump in Ahmedabad
આયોજન /
ટ્રમ્પનો ભારત પ્રવાસઃ ગુજરાતના આ શહેરમાં યોજાઇ શકે છે 'હાઉડી મોદી' જેવો કાર્યક્રમ!
Team VTV09:35 AM, 18 Jan 20
| Updated: 09:36 AM, 18 Jan 20
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. જોકે, તેમની મુલાકાત માટેની તારીખોની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી પણ છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઉમેદવાર છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમની ભારત મુલાકાત દરમિયાન ગુજરાતમાં અમદાવાદના હ્યુસ્ટનમાં યોજાયેલા 'હાઉડી મોદી' કાર્યક્રમની તર્જ પર બીજી ઘટનાને સંબોધન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે હાઉડી મોદીને પીએમ મોદીએ સંબોધિત કર્યો હતો જેમા ભારે સંખ્યામાં ભારતીય-અમેરિકા સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર આ લગભગ ચોક્કસ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત ફેબ્રુઆરીમાં થશે. આ કાર્યક્રમના સંબંધિત લોકોએ કહ્યું કે ટ્રમ્પ આ પ્રવાસ પર એકલા રહેશે, જેમાં તેઓ નવી દિલ્હી સિવાય ભારતના કોઇપણ એક શહેરની મુલાકાત લેશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આ પ્રવાસ ત્રણ દિવસનો રહેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી સિવાય જે શહેરમાં જશે ત્યાં હ્યૂસ્ટનમાં આયોજિત 'હાઉડી મોદી' જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ શહેર કદાચ અમદાવાદ હોય શકે. જો કે હજી સુધી આ અંગેની કોઇ સત્તાવાર જાણકારી પ્રાપ્ત થઇ નથી. તેમણે વધુમાં કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાની અપેક્ષા છે.