બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:53 PM, 24 July 2024
આપણાં દેશમાં હજુ પણ ઘણા એવા પરિવારો જે પોતાના બાળકોના સારા શિક્ષણ માટે ફી વ્યવસ્થા કરી શકતા નથી. એવામાં હોશિયાર હોવા છતાં બાળક સારું શિક્ષણ મેળવી શકતો નથી. શું તમે સાંભળ્યું છે કે આપણાં દેશમાં શિક્ષણ મંત્રાલય હેઠળ નવોદય વિદ્યાલય સમિતિ સંચાલિત ઘણી સ્કૂલ છે જે વિદ્યાથીને ફ્રીમાં આખા વર્ષ દરમિયાન ભણાવવાની સાથે બાળકને રહેવા,ખાવા-પીવાની પણ સુવિધા આપે છે. એટલું જ નહિ પણ શાળાઓ ફ્રીમાં ચોપડા-ચોપડીઓ પણ આપે છે.
ADVERTISEMENT
ક્યારે આ શાળાઓ એડમિશન મળે છે?
ADVERTISEMENT
દેશભરમાં આવેલી નવોદય વિદ્યાલયમાં ધોરણ 6, ધોરણ 9 અને ધોરણ 11માં પણ એડમિશન મળી શકે છે. આ બધી બોર્ડિંગ સ્કૂલો હોય છે અને આ શાળાઓમાં ભણાવવા માટે કોઈ પ્રકારની ફી પણ હોતી નથી. જો કે ધોરણ 9 અને ધોરણ 11 માટે શાળાના વિકાસના નામે ખૂબ ઉંચી રકમ માંગતા હોય છે.
કઈ રીતે મેળવી શકાય એડમિશન
એડમિશન માટે એન્ટરેન્સ એક્ઝામ હોય છે. દર વર્ષે નવોદય વિદ્યાલય સમિતિ સિલેક્શન ટેસ્ટ લેતી હોય છે. આ પ્રવેશ પરીક્ષામાં તમારા પરફોર્મન્સના આધાર મેરીટ તૈયાર થાય છે. જે વિદ્યાર્થીઓના નામ મેરીટ લિસ્ટમાં આવે છે તેમણે આ સ્કૂલમાં પ્રેવેશ મળે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ પર ભૂપેન્દ્ર પટેલની સીધી નજર, પ્રભારી મંત્રી-અધિકારીઓને આપી જરૂરી સૂચના
એડમિશન માટે કેટલી ઉમર જૉઈએ
આ સ્કૂલમાં ધોરણ 6 માં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થી પાંચમું પાસ અને 10 થી 12 વર્ષ હોવા જોઈએ, ધોરણ 9માં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થી આઠમું પાસ અને 13 થી 15 વર્ષ હોવા જોઈએ, અને ધોરણ 11 માં પ્રવેશ મેળવવા માટે વિધ્યાર્થી દશમું પાસ અને તેની ઉમર 15 થી 17 વર્ષ હોવી જરૂરી છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.