મહામંથન / રોજગારી કઈ રીતે થશે દૂર ? નોકરીઓની તક કઈ રીતે વધારશે સરકાર ?

રાજાની આંખ,નાક અને કાન હોય છે તેમના અધિકારીઓ. એ અધિકારીઓ કે જે સત્તા ચલાવવામાં તેમની મદદ કરે છે. એ અધિકારીઓ જે તેમને સલાહ સૂચન આપે છે..અને એવી જ રીતે પ્રધાનમંત્રીને પણ તેમના અધિકારીઓ ગાઈડ કરે છે. સલાહ આપે છે.અને નીતિઓ ઘડે છે. પરંતુ જ્યારે આ જ અધિકારીઓ જ્યારે પ્રધાનમંત્રીને ગેરમાર્ગે દોરે ત્યારે શું? આવું જ કંઈક થયું છે રોજગારીના રિપોર્ટમાં.તાજેતરમાં જ થયેલા એક રિપોર્ટે આવી જ રીતે અધિકારીઓના રિપોર્ટની પોલ ખોલી નાખી છે. અઝીમ પ્રેમજી યુનિવર્સીટી દ્વારા થયેલા બેરોજગારી પરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે છેલ્લા 6 વર્ષમાં 90 લાખ નોકરીઓમાં ઘટાડો થયો છે..જેની સામે આર્થિક સલાહકાર પરિષદે PMને સોપેલા રિપોર્ટમાં દાવો કર્યો છે કે વર્ષ 2011ની સરખામણીમાં વર્ષ 2018માં રોજગારીનું પ્રમાણ વધ્યું છે. બે રિપોર્ટમાં સામે આવેલા આટલા મોટા વિરોધાભાસ અધિકારીઓની કામગીરી પર સવાલ ઉભા કરે છે. ત્યારે અહીં સવાલ એ છે કે શું બેરોજગારીના સાચા આંકડાઓ સરકાર સુધી પહોંચે છે ખરા? આખરે કેવી રીતે બેરોજગારીને મ્હાત આપી શકાશે આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ