આશરે 6 કરોડ વર્ષ જૂની શાલિગ્રામ શિલા નેપાળમાંથી અયોધ્યા લાવવામાં આવી છે. આ શિલામાંથી ભગવાન રામની મૂર્તિ તૈયાર કરવામાં આવશે. પરંતુ આ પથ્થરો પર કોઈ પણ પ્રકારના લોખંડના ઓજારોનો ઉપયોગ પ્રતિબંધિત છે.
6 કરોડ વર્ષ જૂની શાલિગ્રામ શિલા નેપાળમાંથી અયોધ્યા લવાઈ
આ શિલામાંથી ભગવાન રામની મૂર્તિ તૈયાર કરવામાં આવશે
આ શિલા પર લોખંડના ઓજારોનો ઉપયોગ નહીં કરાય
ભગવાન રામની મૂર્તિ બનાવવામાં છીણી અને હથોડીનો ઉપયોગ નહીં કરાય
અયોધ્યામાં બની રહેલા ભગવાન રામના ભવ્ય મંદિરમાં રામની મૂર્તિ તૈયાર કરવા માટે નેપાળમાંથી શાલીગ્રામ શિલા લાવવામાં આવી છે. આ શિલા નેપાળના કાલી ગંડકી નદીમાંથી લાવવામાં આવી છે. જણાવવામાં આવ્યું છે કે આશરે 6 કરોડ વર્ષ જૂની આ શિલાઓમાંથી ભગવાન રામની મૂર્તિને તૈયાર કરવામાં આવશે. પરંતુ સામે પડકાર છે કે આ શિલા પર લોખંડના ઓજારોનો ઉપયોગ પ્રતિબંધિત છે. એટલેકે છીણી અને હથોડી દ્વારા ભગવાન રામની મૂર્તિ નહીં બનાવવામાં આવે.
હીરા કાપનારા ઓજારથી થશે મૂર્તિનુ નિર્માણ
એવુ જણાવાઈ રહ્યું છે કે લોખંડનો ઉપયોગ વર્જિત હોવાથી છીણી અથવા હથોડીનો ઉપયોગ આ શિલા પર નહીં કરવામાં આવે. એવામાં આ શિલાઓ દ્વારા રામની મૂર્તિને બનાવવા માટે હીરા કાપનારા ઓજારનો પ્રયોગ કરવામાં આવશે. નેપાળમાંથી લાવવામાં આવેલા બે પથ્થરોનુ વજન ઘણુ વધારે છે, જેમાંથી એક 26 ટન તો બીજો પથ્થર 14 ટનનો છે.
તો આ કારણે શિલા પર લોખંડની છીણીનો ઉપયોગ ન કરાય
આ શિલા પર રિસર્ચ કરનારા ભૂગર્ભીય વૈજ્ઞાનિક ડૉ. કુલરાજ ચાલીસેએ દાવો કર્યો છે કે માં જાનકીની નગરીમાંથી ભગવાન રામના સ્વરૂપના નિર્માણ માટે લાવવામાં આવેલી દેવશિલામાં 7 હાર્નેસની છે. તેથી લોખંડની છીણી દ્વારા તેને ન બનાવી શકાય. ડૉ. કુલરાજ ચાલીસેનુ માનવુ છે કે આશરે 6 કરોડ વર્ષ પહેલાની આ શિલા પર લોખંડના ઓજાર દ્વારા હીરા કાપનારા ઓજારનો ઉપયોગ કરવામાં આવશે.