બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / PM બન્યા બાદ કેવો રહેશે નરેન્દ્ર મોદીનો કાર્યકાળ? જુઓ શું કહે છે આ ભવિષ્યવાણી

ધર્મ / PM બન્યા બાદ કેવો રહેશે નરેન્દ્ર મોદીનો કાર્યકાળ? જુઓ શું કહે છે આ ભવિષ્યવાણી

Last Updated: 12:17 PM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે, એવામાં જ્યોતિષીય ગણતરી અનુસાર ત્રીજી વખત તેમનો કાર્યકાળ કેવો રહેશે? શું તેમને પડકારો કે સંઘર્ષોનો સામનો કરવો પડશે કે ગ્રહો અને નક્ષત્રો ભાજપને સમર્થન આપે છે?

નરેન્દ્ર મોદી એ વડાપ્રધાન પદના શપથ લઈ લીધા છે અને તેઓ ત્રીજી વખત દેશના આ પીએમ બની ગયા છે. પીએમ મોદી 9 જૂનના રોજ સાંજે 7.15 કલાકે શપથ લીધા હતા અને જ્યોતિષીય ગણતરીઓ પર નજર કરીએ તો પીએમ મોદીના શપથ માટેનો સમય શ્રેષ્ઠ માનવામાં આવ્યો હતો.

narendra-modi-video-conference (1).jpg

સતત બે ટર્મથી પોતાના દમ પર સત્તામાં રહેલી ભાજપ આ વખતે ગઠબંધનની મદદથી સત્તામાં આવી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે 240 બેઠકો જીતી છે, જે 272ના પૂર્ણ બહુમતીના આંકડા કરતા ઓછી હતી અને આ કારણે ભાજપે ગઠબંધન પર આધાર રાખવો પડ્યો હતો. હવે એ વાત તો જાણીતી જ છે કે ભાજપને એવા સાથી પક્ષો પણ મળ્યા છે, જેમનો પૂરતો ભરોસો થાય એમ નથી અને લોકો વચ્ચે એ જ ચર્ચાઇ રહ્યું છે કે તેઓ કોઈ પણ સમયે ભાજપને છોડી દેશે. એવામાં ચાલો એ જાણીએ કે ગ્રહો અને નક્ષત્રો ભાજપને સમર્થન આપે છે કે નહીં..?

zodiaccc

ભાજપની કુંડળી વિશે વાત કરીએ ભાજપની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ રાત્રે 11:45 વાગ્યે દિલ્હીમાં થઈ હતી. જો 9 જૂન ના રોજ સાંજે 7:15 વાગ્યે એમની કુંડળી વૃશ્ચિક રાશિની હતી અને શનિ ચોથા ભાવમાં શશાક મહાપુરુષ રાજયોગ બન્યો હતો. એ સમયે રાહુ પાંચમા ભાવમાં હતો અને મંગળ છઠ્ઠા ભાવમાં પોતાની રાશિમાં હતો. સાતમા ઘરમાં ગુરુ, સૂર્ય, બુધ અને શુક્ર હાજર હતા જેમાં શુક્ર અને બુદ્ધ અસ્ત અવસ્થામાં હતા અને નવમા ઘરમાં ચંદ્ર તેની પોતાની રાશિમાં છે જે ભાગ્ય યોગ બનાવે છે અને કેતુ અગિયારમા ઘરમાં છે.

આ કુંડળીના વિશ્લેષણ પછી એવું લાગે છે કે નરેન્દ્ર મોદીનો વર્તમાન કાર્યકાળ સંઘર્ષથી ભરેલો રહેશે. લાંબાગાળે શત્રુઓ પર વિજય થશે, પરંતુ તે એવી સ્થિતિ હશે જે ઘણા સંઘર્ષનું સર્જન કરશે. આ કારણે સફળતા મેળવવામાં ઘણો વિલંબ પણ થઈ શકે છે. 2025-26માં પક્ષમાં ઘણા આંતરિક ઝઘડા થઈ શકે છે.

વધુ વાંચો: બસ હવે 4 જ દિવસ બાકી, પછી આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઇમ, લક્ષ્મી સામેથી આવશે

ખાસ કરીને 2026-27નો સમય નરેન્દ્ર મોદી માટે ઘણો પડકારજનક રહેશે. આ સમયગાળા દરમિયાન શાસક પક્ષ તરીકે તેનું પ્રદર્શન ઘણું નબળું રહેવાની સંભાવના છે. જો આ વખતે ભાજપ સરકાર ટકી જશે તો તેનો કાર્યકાળ પૂર્ણ કરી શકશે.

સંકળાયેલા મુદ્દાઓ

PM Narendra Modi PM Modi Oath Modi 3.0
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ