અમેરિકાની રિસર્ચ ફર્મ કોલોસલ બાયોસાયન્સિસની(Colossal Biosciences) લુપ્ત થયેલ જાનવરોને પાછા જીવિત કરવા માટે 150 મિલિયન ડોલરનું એટલે કે આશરે 1234 કરોડ રૂપિયાનું ફંડિંગ મળ્યું છે
અમેરિકાની રિસર્ચ ફર્મ લુપ્ત થયેલ જાનવરોને પાછા જીવિત કરવાનો દાવો
400 વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયેલા એક પક્ષીને પુનર્જીવિત કરવાનો કરશે પ્રયાસ
ડોડો પક્ષી વિલુપ્તિમાંથી પાછું લાવશે
આ માટે કોલોસલ બાયોસાયન્સિસને મળ્યું આટલું ફંડિંગ
એક અમેરિકન રિસર્ચ ફર્મ કંઈક એવો પ્રયાસ કરવા જઈ રહી છે જે આ પહેલા કોઈએ નથી કર્યું. આધુનિક યુગમાં વિજ્ઞાન એટલો આગળ વધી ગયો છે કે માણસને કુદરતમાંથી લુપ્ત થતી પ્રજાતિઓને પુનઃજીવિત કરવાની શક્તિ પણ મળી ગઈ છે, જે આ સંશોધન પેઢીના દાવા પરથી સાબિત થાય છે. એક તરફ પૃથ્વી પરથી જાનવરો ઓછા થઈ રહ્યા છે તો બીજી તરફ અમેરિકાની એક રિસર્ચ ફર્મ કોલોસલ બાયોસાયન્સિસ (Colossal Biosciences) લુપ્ત થયેલ જાનવરોને પાછા જીવિત કરવાનો દાવો કરી રહી છે. અમેરિકાની રિસર્ચ ફર્મ કોલોસલ બાયોસાયન્સિસનું કહેવું છે કે તે 400 વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયેલા એક પક્ષીને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
કોલોસલ બાયોસાયન્સિસને મળ્યું આટલું ફંડિંગ
અમેરિકાની રિસર્ચ ફર્મ કોલોસલ બાયોસાયન્સિસની એમનું સીરિઝ બી ફંડિંગ 31 મી જાન્યુઆરી 2023ના રોજ મળ્યું હતો. આ રિસર્ચ ફર્મને લુપ્ત થયેલ જાનવરોને પાછા જીવિત કરવા માટે 150 મિલિયન ડોલરનું એટલે કે આશરે 1234 કરોડ રૂપિયાનું ફંડિંગ મળ્યું છે અને જિનેટિક એન્જિનિયરિંગ પર કામ કરતી અમેરિકન કંપની કોલોસલ બાયોસાયન્સે આ દિશામાં પ્રયાસો શરૂ કર્યા છે. તાજેતરમાં કંપનીએ તેની સત્તાવાર જાહેરાત કરી હતી. આ ફંડિંગ મળતાની સાથે જ એમને તુરંત જાહેર કરી દીધું હતું કે તેઓ 400 વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયેલા ડોડો પક્ષી વિલુપ્તિમાંથી પાછું લાવશે.
ડોડો પક્ષી વિલુપ્તિમાંથી પાછું લાવશે
જણાવી દઈએ કે ડોડો પક્ષી 17મી સદીમાં પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયું હતું અને હવે કોલોસલ બાયોસાયન્સિસ કહે છે કે તે આનુવંશિક ફેરફારો દ્વારા તેને પુનર્જીવિત કરવા માંગે છે. જો કે આ માટે કંપની જીન એડિટિંગનો આશરો લેવાની વાત કરી રહી છે અને જો આવું થાય તો તે વૈજ્ઞાનિકોની બાજુથી માનવજાત માટે એક મોટી ઉપલબ્ધિ હશે. નોંધનીય છે કે કોલોસલ બાયોસાયન્સે તેનામાં ડોડો સંબંધિત સંપૂર્ણ સંશોધન પ્રકાશિત કર્યું છે અને તેને સત્તાવાર વેબસાઇટ પર રજૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ તેમાં કંપનીએ ડોડોને કેવી રીતે પુનર્જીવિત કરવું તે પણ સમજાવ્યું છે.
વૈજ્ઞાનિકોએ તેના પર કામ શરૂ કરી દીધું
ફંડ મળ્યા પછી કોલોસલ બાયોસાયન્સિસના વૈજ્ઞાનિકોએ તેના પર કામ શરૂ કરી દીધું છે અને આ માટે વૈજ્ઞાનિકો સ્ટેમ સેલ ટેક્નોલોજીનો સહારો લઈ રહ્યા છે, જે 350 વર્ષ પહેલા લુપ્ત થઈ ગયેલી પ્રજાતિઓને પુનર્જીવિત કરી શકે છે. જાણકારી માટે કહી દઈએ કે આ પહેલા કંપનીએ વુલી મેમથ અને ટાસમેનીઅન ટાઈગરને પાછા લઈ આવવાની વાત કરી જ છે પણ સૌપ્રથમ હવે તેઓ ડોડા પક્ષીને પાછું લઈ આવશે.
કેવા હતા ડોડો પક્ષી
તુર્કીના કદના ડોડો 13 થી 23 કિલો વજનના હોય છે. પક્ષી હોવા છતાં તે ઉડી શકતું નહતું. 17મી સદીમાં આ પક્ષી સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયું હતું. તેના લુપ્ત થવાના 100 વર્ષ પહેલા જ તેની શોધ થઈ હતી. વર્ષ 1507માં એક પોર્ટુગીઝ નાવિક દ્વારા તેને પ્રથમ વખત જોવામાં આવ્યું હતું જે બાદ ટાપુ પર માણસોનો વસવાટ થવા લાગ્યો હતો અને સાથે સાથે પ્રાણીઓ પણ એ ટાપુ પર આવવા લાગ્યા હતા જે બાદ બિલાડીઓ, કૂતરા અને ડુક્કર દ્વારા ડુડા પક્ષીઓનો શિકાર કરવામાં આવાતો હતો અને ડોડો પક્ષીઓ ખૂબ જ ઝડપથી મરી જવા લાગ્યા અને 17મી સદીમાં તેઓ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયા. જો કે બ્રિટાનીકા વેબસાઈટ અનુસાર, છેલ્લું ડોડો પક્ષી વર્ષ 1681માં મોરેશિયસમાં માર્યા ગયા હતા, ત્યારપછી મ્યુઝિયમમાં તેના માત્ર અવશેષો જ દેખાય છે.
લુપ્ત થયેલ આ પક્ષી અને પ્રાણીને કોલોસલ બાયોસાયન્સિસકઈ રીતે પુનર્જીવિત કરશે એ સમજવા માટે જુઓ આ વિડીયો..