બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 03:54 PM, 24 December 2023
ADVERTISEMENT
નવું વર્ષ શરૂ થવાને બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વાર્ષિક રાશિફળ અનુસાર આ નવું વર્ષ એ લોકો માટે ખાસ રહેશે જે કોઈને પસંદ કરે છે અથવા તો પ્રેમમાં છે. વર્ષ 2024માં ગ્રહોની સ્થિતિને જોઇને એવું લાગી રહ્યું કે લવ લાઈફમાં જીવી રહેલ યુવા લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જોકે આવનાર વર્ષ એવું પણ સૂચવે છે કે અમુક રાશિવાળા લોકોની જો તાલમેલ ન બની તો સંબંધોમાં ખટાશ પણ આવી શકે છે. એવામાં ચાલો રાશિ અનુસાર જાણીએ કે પ્રેમી-પ્રેમિકાઓ માટે આવતું વર્ષ કેવું રહેશે..
ADVERTISEMENT
મેષ
આ રાશિના સિંગલ લોકોના જીવનમાં કોઈ ખાસની એન્ટ્રી થઈ શકે છે અને બીજી તરફ જે લોકો પહેલાથી જ લવ રિલેશનમાં છે એમને પાર્ટનર સાથે તાલમેલ બનાવવીને ચાલવું પડશે. તમે તમારા પાર્ટનર સાથે ક્યાંક ફરવા પણ જઈ શકો છો.
વૃષભ
આ રાશિના લોકો વચ્ચે ગેરસમજને કારણે પ્રેમનું બંધન નાજુક બની શકે છે. ઓગસ્ટથી ઓક્ટોબર વચ્ચેનો સમય તમારા પ્રેમ સંબંધો માટે ખૂબ જ અનુકૂળ રહેશે. આ દરમિયાન પ્રેમ સંબંધો વધુ મજબુત રહેશે, પરંતુ ધ્યાન રાખો કે પ્રેમ સંબંધમાં કોઈ ગેરસમજ ન થવી જોઈએ.
મિથુન
આ વર્ષે આ રાશિના લોકોના જીવનમાં પ્રેમ આવશે અને તમે તમારા પ્રિયજન સાથે લગ્ન કરવાની યોજના બનાવી શકો છો અને તમે પરિવાર તરફથી આ લગ્ન માટે મંજૂરી પણ મેળવી શકશો.
કર્ક
કર્ક રાશિના લોકો માટે પ્રેમ સંબંધોની શરૂઆત સારી રહેશે પરંતુ અંત સારો નહીં હોય. તમારે સમજદારીપૂર્વક આગળ વધવું પડશે. ત્રીજી વ્યક્તિના કારણે અલગ થવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.
સિંહ
આ રાશિના લોકોના પ્રેમજીવનમાં ગેરસમજ, ઝઘડા અને કોમ્યુનિકેશન ગેપ હોવા છતાં પ્રેમ સંબંધમાં રહેશે. સપ્ટેમ્બર મહિનાથી સંબંધો સુધરશે અને તમે તમારા પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવાનું વિચારી શકો છો.
કન્યા
કન્યા રાશિના પ્રેમીઓ માટે આ વર્ષ ખાટું-મીઠું રહેશે. તમે તમારા જીવનસાથીને કંઈક કહી શકો છો જે વિવાદને વધારી શકે છે. તમે તમારા પાર્ટનર સાથે લગ્ન કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવા માટે તૈયાર રહેશો અને સફળ પણ થશો.
તુલા
જો આ રાશિના લોકો કોઈને પસંદ કરતા હોય તો તમારી વાત અને વર્તન પ્રેમીના મનમાં તમારા માટે જગ્યા બનાવશે. પ્રેમ લગ્નની પ્રબળ તકો હશે, તમારે દરેક પગલું ધીરજથી ઉઠાવવું પડશે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જે લોકો પ્રેમમાં છે તેઓ 2024ના અંત સુધીમાં લગ્ન કરી શકે છે. લવ પાર્ટનરને શારીરિક સમસ્યાઓ અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. બિનજરૂરી વિવાદ સંબંધો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ધનુ
આ રાશિના લોકોના લવ લાઈફમાં ચાલી રહેલા સંઘર્ષમાં થોડો વિરામ આવશે. તમારી ગર્લફ્રેન્ડને તેની કારકિર્દીમાં આગળ વધવા માટે પ્રેરિત કરો. જો કોઈ સમસ્યા હોય તો તેની ચર્ચા અવશ્ય કરો, તેનાથી સમસ્યાઓ દૂર થશે અને માનસિક શાંતિ પણ મળશે.
મકર
મકર રાશિના લોકો તેમના પ્રેમ સંબંધમાં નજીક આવશે અને સંબંધો પહેલા કરતા વધુ મજબૂત બનશે. વિશ્વાસનો દોર તૂટે નહીં તેની કાળજી લેવી પડશે. પરસ્પર સંબંધોમાં વસ્તુઓ છુપાવવાનું ટાળો. જે લોકો સિંગલ છે તેમના જીવનમાં કોઈને કોઈ દસ્તક આપી શકે છે.
કુંભ
આ રાશિના લોકો માટે નવા વર્ષની શરૂઆત પ્રેમ સંબંધો માટે સારી રહેશે નહીં. વર્ષના અંતમાં સંબંધોમાં સુધારો થશે અને તમે તમારા જીવનસાથીને લગ્નનો પ્રસ્તાવ પણ આપી શકો છો.
મીન
જો મીન રાશિનો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ એક જ કાર્યક્ષેત્ર સાથે જોડાયેલો હોય તો તેણે સાવધાન રહેવું જોઈએ. કોઈ ત્રીજી વ્યક્તિની દખલગીરીને કારણે જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં વધુ ગુસ્સો આવશે, ગુસ્સામાં કોઈ મોટો નિર્ણય લેતી વખતે તમે વચનો તોડી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.