બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Mahamanthan / સુરતમાં મોતની ઈમારતનું ચણતર કેવી રીતે થયું? 8 વર્ષમાં જમીનદોસ્ત બિલ્ડિંગ! બિલ્ડર સામે કાર્યવાહી ક્યારે?
Last Updated: 08:02 PM, 7 July 2024
જો વ્યક્તિ ભૂતકાળની ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ ન લે તો પછી એ વ્યક્તિને ભૂતકાળ બનતા વાર નથી લાગતી. અત્યારે રાજ્યમાં જે રીતે દુર્ઘટનાઓ બની રહી છે અને દરેક દુર્ઘટનામાં ગુનાહિત બેદરકારી સામે આવી રહી છે તેને જોતા તો એવું જ લાગે છે. રાજકોટના TRP ગેમઝોનમાં અગ્નિકાંડ થયો તેના પછી ઠેર-ઠેર તપાસનો ધમધમાટ ચાલ્યો. સંખ્યાબંધ એકમો સીલ કરવામાં આવ્યા, સવાર-સાંજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. હજુ આ કાર્યવાહી ચાલુ જ છે ત્યાં વધુ એક દુર્ઘટના બની.
ADVERTISEMENT
શનિવારે સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી પાંચ માળ સાથેની બિલ્ડિંગ ધરાશાયી થઈ જેમાં 7 લોકોના મૃત્યુ થયા. દુર્ઘટના પછી જેમ જેમ બેદરકારીની કડી ખુલે એમ આ દુર્ઘટનામાં પણ ખુલી. બિલ્ડિંગ બન્યાને હજુ 7 કે 8 વર્ષ થયા હતા અને આટલા નજીવા વર્ષમાં બિલ્ડિંગ જર્જરીત બની ગઈ. ખુલાસા એક પછી એક હદ વટાવતા ગયા કારણ કે બીજો ખુલાસો એ હતો કે બિલ્ડિંગને BU પરમિશન જ નથી મળી અને તેમ છતા આ બિલ્ડિંગ વર્ષોથી ધમધમતી હતી. એપ્રિલ મહિનામાં મહાપાલિકાએ બિલ્ડિંગ જર્જરીત હોવાની નોટિસ આપી દીધી અને મહાપાલિકાને એવુ લાગ્યું કે અમે તો અમારુ કામ કરી દીધું. મહાપાલિકાએ કંઈ જ જોવા-જાણવાની તસ્દી ન લીધી. બિલ્ડિંગ સંચાલક બિલ્ડિંગની સ્થિતિથી વાકેફ જ હતા છતા આંખ આડા કાન કર્યા. જર્જરીત બિલ્ડિંગમાં કેટલાય લોકોને મકાન ભાડે આપી દેવાયા.
ADVERTISEMENT
દુખ સાથે એ પણ કહેવું પડે કે આવી દુર્ઘટના બની એટલે ફરિયાદ અને તપાસની કાર્યવાહી થઈ બાકી આ ઘટનાક્રમ વર્ષોના વર્ષો ચાલ્યા પણ કરે અને કોઈને ખબર પણ ન પડે. ફક્ત સુરતની જ વાત કરીએ તો તક્ષશીલા અગ્નિકાંડના પીડિતોના મનની આગ હજુ બુઝાઈ નથી. રાજકોટ અગ્નિકાંડના ઘા કેટલા કારમા છે એ કહેવાની જરૂર નથી. ગુજરાતમાં આવી દુર્ઘટનાઓનો સિલસિલો કેટલો લાંબો છે તે પણ કોઈને કહેવાની જરૂર નથી. તમામ પાસાઓથી જવાબદારો સુપેરે વાકેફ છે પરંતુ નિર્ણય લેવાની કાં તો હિંમત નથી અથવા તો ભ્રષ્ટાચાર રૂપી ગંગામાં બધાને હાથ ધોઈ લેવા છે. ફરી એકવાર જવાબદાર માધ્યમ તરીકે સુરતની દુર્ઘટનાનો પાયાનો પ્રશ્ન પૂછવો છે કે રહેવા માટેની છત મોત બની ગઈ ત્યાં સુધી જવાબદારો મૌન કેમ રહ્યા?
સુરતમાં શું બન્યું હતું?
સુરતના સચિન GIDC વિસ્તારમાં પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. દુર્ઘટનામાં 7 લોકો મૃત્યુ પામ્યા હતા. કલાકો સુધી બચાવ કામગીરી ચાલી હતી. દુર્ઘટના બનતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જે જગ્યાએ દુર્ઘટના બની ત્યાં જવાના રસ્તાઓ પણ સાંકડા હતા. કાટમાળ સરખો કરવા 4 JCB મશીન કામે લગાવવામાં આવ્યા હતા. રસ્તો કરવા એક દિવાલ અને ગ્રાઉન્ડ ફ્લોરનું મકાન તોડી પડાયું હતું.
વધુ વાંચોઃ ગુજરાતમાં ભાજપને હરાવવાની વાતનો રાહુલ ગાંધીનો તર્ક શું? 26 વર્ષથી ભાજપનો ગઢ છે ગુજરાત!
આ સવાલના જવાબ મળશે?
થોડા જ વર્ષમાં બિલ્ડિંગ પડી ગયું એટલી હદે જર્જરીત કેમ થયું? બિલ્ડિંગને BU પરમિશન નહતી છતા બિલ્ડિંગ કેવી રીતે બની? આગલી રાત્રે બિલ્ડિંગનો એક પિલ્લર તૂટી ગયો હતો, કોઈએ ધ્યાન ન આપ્યું? બિલ્ડિંગ સંચાલક બિલ્ડિંગની દેખરેખ રાખતો હતો, તેણે શું જવાબદારી નિભાવી? મહાપાલિકાએ બિલ્ડિંગને નોટિસ આપીને સંતોષ કેમ માની લીધો? TRP ગેમઝોન જેવી દુર્ઘટના બની છતા કોઈ બોધપાઠ ન લેવાયો? ઈમારતોનું ચેકિંગ થયું તે માત્ર નાટક હતું? ગેરકાયદે ઈમારત ઉભી થઈ ગઈ ત્યાં સુધી તંત્ર શું કરતું હતું? હવે ગમે એવી કાર્યવાહી થાય, મૃતકો પાછા આવશે ખરા?
કોની સામે ગુનો નોંધાયો?
બિલ્ડિંગ દુર્ઘટનામાં મૃતકોના નામ
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.