બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સીધો QR Code સ્કેન ન કરતાં, અસલી અને નકલી ક્યૂઆરને આવી રીતે ઓળખો? નહીંતર નુકસાની પાક્કી

જાણવા જેવું / સીધો QR Code સ્કેન ન કરતાં, અસલી અને નકલી ક્યૂઆરને આવી રીતે ઓળખો? નહીંતર નુકસાની પાક્કી

Last Updated: 11:07 PM, 13 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશમાં એક ઘટના ઘટી, જ્યાં પેટ્રોલ પંપ સહિત અડધો ડઝન દુકાનના QR કોડ નકલી QR કોડથી બદલી નાખ્યા. આ બાદ સીધું પેમેન્ટ સ્કેમરના એકાઉન્ટમાં થવા લાગ્યું. જોકે, પછી સ્કેમની ઓળખ કરવામાં આવી હતી. એવામાં જાણવું જરૂરી છે કે અસલી અને નકલી QR કોડની ઓળખ કેવી રીતે કરવી. તો ચાલો આના વિશે વિગતે માહિતી મેળવીએ.

હાલના આધુનિક સમયમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે QR કોડ સૌથી સરળ માધ્યમ છે. શાકભાજી ખરીદવાથી લઈને ફરવા જેવા દરેક નાના-મોટા પેમેન્ટ માટે QR કોડનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ ખૂબ સરળ છે, જેમાં PhonePe, Google Pay અને Paytm જેવા કોઈ પણ UPI પેમેન્ટ એપની મદદથી ઓનલાઈન પેમેન્ટ કરી શકાય છે. પરંતુ વેરીફાઈ કર્યા વિના QR કોડ સ્કેન કરવો ઘાતક જોખમી સાબિત થઈ શકે છે. હકીકતમાં, મધ્યપ્રદેશમાં એક ઘટના ઘટી, જ્યાં પેટ્રોલ પંપ સહિત અડધો ડઝન દુકાનના QR કોડ નકલી QR કોડથી બદલી નાખ્યા. આ બાદ સીધું પેમેન્ટ સ્કેમરના એકાઉન્ટમાં થવા લાગ્યું. જોકે પછી સ્કેમની ઓળખ કરવામાં આવી હતી.  

qr_2

એવામાં જાણવું જરૂરી છે કે અસલી અને નકલી QR કોડની ઓળખ કેવી રીતે કરવી. આવું એટલા માટે કારણ કે દરેક QR કોડ એક જેવો નથી દેખતો. એટલા માટે અમુક બાબતોનું ધ્યાન રાખીને ફ્રોડથી બચી શકો છો.  

સાઉન્ડ બોક્સનો ઉપયોગ કરવો

નકલી QR કોડથી બચવા  માટે પેમેન્ટ રીસીવર અને પેમેન્ટ કરવાવાળા બંનેને સાવધાની રાખવાની હોય છે. પેમેન્ટ રીસીવરને QR કોડથી પેમેન્ટ રિસીવ કરવા માટે બોક્સનો ઉપયોગ કરવો જોઈએ. આનાથી જો નકલી QR કોડ પર પેમેન્ટ કરવામાં આવે તો ઓળખ થઈ શકે.

QR કોડથી પેમેન્ટ પહેલા કરવું વેરીફાઈ

QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી રહ્યા હોય તો દુકાન કે ઓનરનું નામ વેરીફાઈ કરવું જોઈએ. યુઝર્સને પેમેન્ટથી પહેલા વેરીફાઈ કરવું જોઈએ કે પેમેન્ટ કોના એકાઉન્ટમાં જશે, કારણ કે જ્યારે તમે QR કોડ સ્કેન કરો છો, ત્યારે તેને ઓનરનું નામ આવે છે. જો દુકાન કે વ્યક્તિનું નામ ખોટું આવે છે તો સાવધાન થઈ જવું.

PROMOTIONAL 11

નકલી QR કોડને ગૂગલથી ઓળખો  

જો તમને QR કોડ સ્કેનર શંકાસ્પદ લાગે છે, તો તમારે ગૂગલ લેન્સથી QR કોડ સ્કેન કરવો જોઈએ. આનાથી તમને ખબર પડી જશે કે URL ક્યા રીડાયરેક્ટ થઈ રહ્યું છે.  

વધુ વાંચો:UPIથી લેવડ દેવડ કરનારા માટે મોટો ખતરો, SBIએ જાહેર કર્યું એલર્ટ

પૈસા લેવા માટે સ્કેન ન કરવું

QR કોડનો ઉપયોગ પૈસા લેવા માટે ન જોઈએ. તમારે જો કોઈ પાસેથી પૈસા લેવાના છે તો QR કોડ સ્કેન કરવાની જરૂર નથી. આનાથી ફ્રોડ થઈ શકે છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cyber Fraud Original or Fake QR code
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ