બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 09:15 AM, 28 June 2021
ADVERTISEMENT
સરકારીથી લઈને પ્રાઈવેટ અનેક કામમાં આધાર કાર્ડ જરૂરી બન્યું છે. આધારને ખાસ કરીને અંગ્રેજીમાં બનાવવામાં આવે છે અને તે દરેક રાજ્યોમાં કામ કરે છે. પરંતુ હવે UIDAIની તરફથી ક્ષેત્રીય ભાષામાં પણ આધાર કાર્ડ બનાવવાની સુવિધા આપવામાં આવી રહી છે. જેમાં તમે કન્નડ, મલયાલમ, ગુજરાતી સહિત અનેક ભાષામાં તેને કન્વર્ટ પણ કરાવી શકો છો. તો જાણો પ્રોસેસ શું છે.
ADVERTISEMENT
આ ભાષાઓમાં આધાર કાર્ડને કરાવી શકાય છે કન્વર્ટ
તમે તમારા આધાર કાર્ડને અંગ્રેજી, આસામી, ઉર્દુ, પંજાબી, તમિલ, તેલુગુ, હિંદી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, ઉડિયા, કન્નડ, મલયાલમ અને મરાઠીમાં કન્વર્ટ કરાવી શકો છો. આધારમાં ભાષા બદલવાને માટે ઓનલાઈન અરજી પણ કરી શકાય છે.
અપડેશનની પ્રક્રિયા
UIDAIની વેબસાઈટ https://uidai.gov.in/ પર જાઓ. અહીં તમે આધાર સેક્શનમાં અપડેટ ડેટા ઓનલાઈન પર ક્લિક કરો. આમ કરતા તમે સીધું આધાર સેલ્ફ સર્વિસ પોર્ટલ પર પહોંચી જશો અને સાથે અહીં 12 અંકનો આધાર નંબર નાંખો. કેપ્ચા સુરક્ષા કોડ લખો અને સાથે સેન્ડ ઓટીપી બટન દબાવો. હવે અહીં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો 6 અંકનો ઓટીપી ભરો. લોગિન પર ક્લિક કરો. નવી સ્ક્રીનમાં તમે ડેટા અપડેટ બટન પર ક્લિક કરો. અહીં તમને ભાષાનું લિસ્ટ મળશે. તમે જે ભાષામાં આધાર કાર્ડને કન્વર્ટ કરવા ઈચ્છો છો તેને સિલેક્ટ કરો. ડિફોલ્ટમાં નામ અને સરનામું પણ ચેક કરી લો. આ પછી બંને ભાષાને ભાષા અનુવાદની આવશ્યકતા રહેશે. આગળ વધતા પોપઅપમાં અપડેટ કરવાની સાથે નિયમનું પાલન કરો અને સબમિટ પર ક્લિક કરો. જો તમે નામ પહેલાથી સ્થાનિક ભાષામાં યોગ્ય રીતે લખ્યું છે તો તમારે સુધારો કરવાની જરૂર નથી. તમે અહીં ભાષાકીય ભૂલો ધ્યાનથી સુધારી લો તે જરૂરી છે. પ્રીવ્યૂમાં દરેક સ્પેલિંગ બરોબર ચેક કરી લો અને પછી ઓટીપી આવે તે ભરો.
લાગશે ચાર્જ
આધાર કાર્ડમાં ભાષાને ચેન્જ કરવા માટે તમારે નક્કી રકમ ચૂકવવાની રહે છે. આ માટે તમે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ કે નેટ બેંકિંગનો ઉપયોગ કરી શકો છો અને પેમેન્ટ કરી શકો છો. આ માટે તમે રિકવેસ્ટ સિલેક્ટ કરી લો પછી નવું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો. પ્રોસેસમાં 1-3 અઠવાડિાનો સમય લાગી શકે છે. તમે ઈચ્છો તો તેના માટે આધાર સેવા કેન્દ્રની મદદ પણ લઈ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.