How to talk to the guideline? Corona dances in victory procession in Anand and Mahuva villages, local police caught sleeping
થાય તે કરી લો /
ગાઈડલાઈન કેવી ને વાત કેવી ? આણંદ અને મહુવા ગામે વિજય સરઘસમાં જાણે કોરોના નાચ્યો, સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ
Team VTV03:54 PM, 22 Jan 22
| Updated: 03:59 PM, 22 Jan 22
કોઈ પણ સરઘસ કાઢતા પૂર્વે સ્થાનિક પોલીસની મજૂરી લેવાની હોય .છતાં રાજ્ય આખામાં છેલ્લા એક મહિનામાં કોઈ પણ સરઘસ પર કોઈં પ્રકારની કાર્યવાહી થઇ હોય તેવી એક ઘટના સામે આવી નથી
રાજ્ય સરકારના કાયદાની તો 'ઐસી કી તૈસી'
આણંદ અને મહુવા પાસે જંગી વિજય સરઘસ
તમાશાના તેડાં ના હોય, પણ પોલીસ નથી જોતી
એક તરફ રાજ્યમાં કોરોના ગાઈડ લાઈનના કડક પાલન માટે રાજ્યના પોલીસ વડા નાગરિકોને સ્વયં શિસ્તથી પાલન કરવા સમજાવી રહ્યા છે. હોટેલ -રેસ્ટોરંટમાં નિયત કરતા વધારે સંખ્યા નાં હોય તે ચેક કરવાની જવાબદારી પોલીસને માથે આવી પડી છે ત્યારે, સભા-સરઘસ પર પોલીસની કોઈ જ નજર નાં હોય તેવું લાગી રહ્યું છે. કોઈ પણ સરઘસ કાઢતા પૂર્વે સ્થાનિક પોલીસની મજૂરી લેવાની હોય તેવો સ્વાભાવિક ખ્યાલ છે .છતાં રાજ્ય આખામાં છેલ્લા એક મહિનામાં કોઈ પણ સરઘસ પર કોઈં પ્રકારની કાર્યવાહી થઇ હોય તેવી એક ઘટના સામે આવી નથી. કેટલાક સંજોગોમાં તાપીની ઘટનામાં ફરિયાદ નોંધાઈ છે.પણ માત્ર ફરિયાદ થી શું થાય છે ? સરકારી નિયમો માત્ર કાગળ પર જ શૂરા સાબિત થતા હોય તેમ રાજ્યની ઉત્સવપ્રિય જનતા કોઈને કોઈ બહાને ટોળામાં તબદીલ થાય જ છે.
મંદિરોમાં ભીડ બેગી ના થાય તે માટે મંદિરના દરવાજા બંધ થઇ જાય, પણ સરા જાહેર સરઘસ નીકળે ત્યારે,સ્થાનિક પોલીસ ટેબલ-ખુરશી પર બેસી 'રોજમેળ' કરતા હોય છે. સાંજ પડે માસ્ક, સિટ બેલ્ટ, PUC, લાયસન્સ જેવી કામગીરી દર્શાવવા, દંડના કથિત 'ટાર્ગેટ'પુરા કરવા પાવતીઓ ફાડતા હોય છે. એક જ દિવસમાં આણંદ અને મહુવા પાસે નીકળેલા આ સરઘસ જોઈને તમને પણ થશે કે, આટલી ભીડ છતાં પોલીસ ક્યાં ? કાયદો ક્યાં ? લગ્ન પ્રસંગમાં 150 અને સરઘસમાં 1500થી વધારે ?
આણંદમાં વિજય સરઘસ
આણંદના સોજીત્રાના કાસોરમાં નિયમોના ધજાગરા ઉડ્યા છે. ઉપસરપંચની ચૂંટણી બાદ વિજય સરઘસ રેલી નીકળી હતી. બાલુબેન પરમારની ઉપસરપંચ તરીકે જીત થઇ હતી. અને ઉપસરપંચ ચૂંટાયા બાદ DJ સાથે રેલી યોજાઇ હતી. જેમાં મંજૂરી વિના મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. નવા ચૂંટાયેલા સરપંચ અને ઉપસરપંચ રેલીમાં જોડાયા હતા. વિજય સરઘસ રેલીમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતા. સમર્થકોએ રેલી કાઢીને સામાજિક અંતરના લીરેલીરા ઉડાવ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે નિયમોના ધજાગરા ઉડ્યા હતા.
મહુવાના નેપમાં ભારે તમાશો
બીજી તરફ, આણંદ બાદ ભાવનગરમાં પણ વિજય સરઘસના નામે નિયમો નેવે મુકાયા હતા.મહુવાના નેપ ગામે સરપંચે સરઘસમાં ભારે ભીડ એકઠી કરી તમાશો કરતા રાજ્ય સરકારના તમામ નિયમો ઘોળીને પી જવાયા હોવાની બાબત સામે આવી છે. નેપ ગામે સરપંચ અને ઉપ સરપંચની ચૂંટણી યોજાઈ હતી.અને વિજેતા સરપંચ અને માજી સરપંચે વિજય સરઘસનું આયોજન કર્યુ હતું. આ વિજય સરઘસમાં મોટી સંખ્યામાં ગામલોકો માસ્ક વગર નાગરીકો નજરે પડ્યાં હતા. જ્યાં હથિયાર પ્રતિબંધના જાહેરનામાનો પણ વિજય સરઘસમાં ભંગ કરાયો હતો. ઘોડેસવાર સરપંચ,ઊંટ પર સવાર માજી સરપંચના હાથમાં બંદૂક લહેરાતી જોવા મળી હતી