કુંડળીમાં સૂર્ય નબળો હોય તો વ્યક્તિએ માત્ર ઘરમાં જ નહીં પરંતુ ઓફિસમાં પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અહીંયા અમે તમને નબળા સૂર્યના સંકેતો અને તેના સરળ જ્યોતિષીય ઉપાયો જણાવી રહ્યા છીએ.
સૂર્ય નબળો હોય તો અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે
સૂર્ય નબળો હોય તો ઘર અને ઓફિસમાં અનેક મુશ્કેલીઓ આવે છે
કુંડળીમાં સૂર્ય મજબૂત બનાવવા માટે કરો આ ઉપાય
દરેક રાશિના જાતકો પર નબળા અને મજબૂત ગ્રહોની સકારાત્મક અને નકારાત્મક અસર થાય છે. કુંડળીમાં સૂર્ય નબળો હોય તો વ્યક્તિએ માત્ર ઘરમાં જ નહીં પરંતુ ઓફિસમાં પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અહીંયા અમે તમને નબળા સૂર્યના સંકેતો અને તેના સરળ જ્યોતિષીય ઉપાયો જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે કુંડળીમાં સૂર્ય મજબૂત બનાવી શકાય છે.
કુંડળીમાં નબળા સૂર્યના લક્ષણો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં સૂર્ય નબળો હોય તો ભગવાન, ગુરુ અને પિતાનો સાથ મળતો નથી.
કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તેમનું સોનું ખોવાઈ જાય છે અથવા ચોરાઈ જાય છે.
કુંડળીમાં સૂર્ય નબળો હોય તો આવા લોકોને નોકરીમાં ખોટા આરોપોનો સામનો કરવો પડે છે અથવા તો નોકરી ગુમાવવી પડે છે.
કુંડળીમાં સૂર્ય નબળો હોય તો હૃદય, પેટ અને આંખો સંબંધિત સમસ્યા થઈ શકે છે.
કુંડળીમાં સૂર્ય નબળો હોય તો માણસ અહંકારી બની જાય છે, જેના કારણે તે ખુદને નુકસાન પહોંચાડવા લાગે છે.
સૂર્યને મજબૂત કરવાના ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં સૂર્ય નબળો હોય તો રવિવારે વ્રત કરવું જોઈએ.
કુંડળીમાં સૂર્યને મજબૂત કરવા માટે દરરોજ ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પિત કરવું ફાયદાકારક માનવામાં આવે છે.
ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી કુંડળીમાં સૂર્ય મજબૂત બને છે.
ઘરની બહાર નીકળો ત્યારે થોડી મિઠાઈ ખાઓ અને પાણી પીવો. જેથી કુંડળીમાં સૂર્ય મજબૂત બને છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તેમણે વાંદરાઓ, પર્વતીય ગાયો અથવા કપિલા ગાયોને ભોજન કરાવવું જોઈએ.
કુંડળીમાં સૂર્ય મજબૂત બનાવવા માટે ગાયત્રી મંત્ર અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.
કુંડળીમાં સૂર્ય મજબૂત બળવાન બનાવવા માટે તાંબુ, ઘઉં અને ગોળનું દાન કરો.