બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 07:43 PM, 2 October 2021
ADVERTISEMENT
એક વ્યક્તિએ લીધી હતી પર્સનલ લોન
ADVERTISEMENT
એક જાણીતી વેબસાઈટના અહેવાલ મુજબ, એક વ્યક્તિએ ગયા વર્ષે પોતાની બહેનના લગ્ન માટે પર્સનલ લોન લીધી હતી. તેણે બેંક પાસેથી લોન પેટે 5 લાખ રૂપિયા લીધા હતા. જેના પર 17 ટકાના હિસાબે તેઓ વ્યાજ ભરી રહ્યાં છે. અત્યારે આ વ્યક્તિ 17,826 રૂપિયા ઈએમઆઈ તરીકે ભરે છે. આ વ્યક્તિ ઈચ્છે છે કે લોનના પૈસા તાત્કાલિક ભરી વ્યાજની ઝંઝટમાંથી મુક્તિ મેળવે. જેના માટે તેમણે કેટલાંક નિષ્ણાંતોને વાત કરી તો તેમાં જાણવા મળ્યું કે લોનની સમય મર્યાદા પહેલાં તેઓ લોનની ચૂકવણી કરી શકે છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે, જ્યારે હાથમાં આવેલા રૂપિયા લોનના રીપેમેન્ટ તરીકે ઉપયોગ કરી શકે. નિષ્ણાંતોએ આ વ્યક્તિને પર્સનલ લોન ભરવા માટે ત્રણ વિકલ્પ આપ્યાં છે.
EMI વધારી દો
પર્સનલ લોન લેનાર વ્યક્તિને નિષ્ણાંતે જણાવ્યું કે, અત્યારે હપ્તા તરીકે 17,826 રૂપિયા ભરી રહ્યો છુ. જેને ફટાફટ વધારીને 20,000 રૂપિયા કરી દેવામાં આવશે. આ વ્યક્તિના ખર્ચમાં 2100 રૂપિયાનો વધુ ભાર આવશે. જેનાથી ફાયદો એ થશે કે બેંક મોટાભાગની રકમને પર્સનલ લોનની મૂળ રકમ આઉટ સ્ટેન્ડિંગમાં એડજસ્ટ કરી લેશે. જેનાથી પર્સનલ લોનનું વ્યાજ ઓછુ થઇ જશે અને આ વ્યક્તિ સરળતાથી લોન ભરી શકશે. જો આ વ્યક્તિને પોતાની કંપનીમાંથી ઈન્સેન્ટિવ અથવા ઈન્ક્રીમેન્ટ મળે છે તો તેના પૈસા ચૂકવીને જલ્દીથી લોનમુક્ત થઇ શકે છે.
કોઈ જગ્યાએથી પૈસા મળે તો તેનો ઉપયોગ કરો
દિવાળી આવવાની છે. શક્ય છે કે આ વ્યક્તિને કંપની તરફથી બોનસ મળે. આ વ્યક્તિનું કામ સારું છે તો તેને વધુ બોનસ મળી શકે છે. આ વ્યક્તિને પોતાના પહેલાના કામનો સારો રેકોર્ડ જોઈને આશા છે કે કંપનીમાંથી 75,000-1,00,000 રૂપિયા સુધીનું બોનસ મળી શકે છે. આ વ્યક્તિ આ પૈસાની મૂળ રકમને બાકી રકમ તરીકે ચૂકવી શકે છે. જેનાથી મૂળ રકમ ઘટશે. જેને કારણે વ્યાજની રકમ ઘટશે. જેનો અર્થ છે કે આ કામ ત્યારે જ શક્ય છે જ્યારે વારસામાંથી મોટી કમાણી થાય અથવા સ્ટોકમાંથી ભારે નફો થાય.
પીપીએફ પર લોન લઇ શકો છો
આ વ્યક્તિએ વર્ષ 2016માં એક પીપીએફ ખાતુ ખોલાવ્યુ હતુ. અચાનક આ વ્યક્તિને યાદ આવ્યું કે પીપીએફના પૈસાનો ઉપયોગ લોન ચૂકવવામાં કરી શકાય છે. પીપીએફમાં એટલા પૈસા છે કે જેની મદદથી લોન ચૂકવી શકાય છે. જોકે, અત્યારે આ વ્યક્તિને પીપીએફ એકાઉન્ટ બંધ કરાવવાની જરૂર નથી. પરંતુ તેઓ પીપીએફ પર લોન લઈ શકે છે. પીપીએફનું ખાતુ ખોલાવ્યાના ત્રણ થી છ વર્ષની અંદર લોન લઇ શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.