ધર્મ / હનુમાનજીની પરમકૃપા પ્રાપ્ત કરવા કઈ રીતે કરવી ઉપાસના? જાણો પૂજનની સરળ રીત અને પૂજા દરમિયાન રાખવી પડતી કાળજી

how to pray for the blessing of god hanumanji

સમગ્ર ભારતમાં તમને ઠેર ઠેર શિવાલય અથવા હનુમાનજીનાં નાનાં કે મોટાં મંદિરો જોવા મળશે. જેટલા શિવાલય હશે તેટલાં જ તેનાથી વત્તા કે ઓછા અંશે હનુમાનજીનાં પણ મંદિર જોવા મળે જ છે. હનુમાનજી નૈષ્ઠિક બ્રહ્મચારી છે. તેમની સાધના જો કોઇ મન, વચન, કર્મથી પવિત્ર રહીને કરે તો જે તે હનુમાનજી ઉપાસકનાં કઠિનમાં કઠિન કે ખૂબ ભયંકર કષ્ટ દૂર થાય છે. જગતના સાત ચિરંજીવીઓમાં જેની ગણના થાય છે તેવા શ્રીરામ ભક્ત હનુમાનજી છે. જેમ શંકરનું શિવાલય નંદિ વગરનું નથી હોતું તેમ શ્રીરામના રામજી મંદિરમાં હનુમાનજી મહારાજ અવશ્ય જોવા મળે છે. આ કળિયુગમાં હનુમાનજી મહારાજ પ્રત્યક્ષ હાજરાહુજુર દેવ છે. તેમનાં નાનાં-મોટાં મંદિરો ઠેર-ઠેર આપણને જોવા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ