મહાલક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. દેવી લક્ષ્મીની કૃપાથી ગરીબી અને રૂપિયા સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ ખતમ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહો સાથે સંબંધિત દોષ હોય તો તે વ્યક્તિને ભાગ્યનો સાથ નથી મળી શકતો અને ગરીબીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં દેવી લક્ષ્મીની પૂજા કરવાથી લાભ મળવાની શક્યતા વધે છે. જ્યોતિષી અનુસાર, માતા લક્ષ્મીની પૂજામાં પીળી કોડી વિશેષ રૂપથી રાખવામાં આવે છે. માન્યતા છે કે પીળી કોડી ધનની દેવીને આકર્ષિત કરે છે. અહીં જાણો પીળી કોડીના 7 ઉપાય.
- લાલ કપડાંમાં એક પીળી કોડી વીટીને તમારા પર્સમાં રાખો. તેનાથી ધનલાભ થવાની શક્યતાઓ વધી શકે છે.
- સાત પીળી કોડી, સાત હળદરની ગાંઠ લો અને તેને પીળા કપડાંમાં બાંધીને ઘરમાં ધન સ્થાન પર રાખો.
- જો શત્રુઓથી પરેશાન છો તો કાળા કપડાંમાં એક પીળી કોડી બાંધીને તમારી પાસે રાખો. તેનાથી શત્રુઓનો ભય દૂર થઈ શકે છે. શત્રુ સાથે મિત્રતા થવાના યોગ બની શકે છે.
- જો કોઈ બાળક ઊંઘમાં ગભરાય જાય, ડરી જાય તો ઓશીકા નીચે એક પીળી કોડી રાખો. તેનાથી ખરાબ સપના દૂર થઈ શકે છે.
- પૂનમના રાતે નવ લાલ ગુલાબ, નવ પીળી કોડીની સાથે લાલ કપડાંમાં બાંધીને તમારી દુકાનમાં અથવા ઘરમાં રાખી લો. તેનાથી વેપારમાં વૃદ્ધિ થઈ શકે છે.
- ઘર બનાવતી વખતે ઉત્તર અથવા પૂર્વી ખૂણામાં અગિયાર પીળી કોડી દબાવી દો. તેનાથી વાસ્તુ દોષથી રક્ષા થઈ શકે છે.
- લક્ષ્મી પૂજા કરતી વખતે લાલ કપડાંમાં 5 પીળી કોડી રાખો. પૂજા પછી આ કોડીઓ કપડાંમાં વીટીને તિજોરીમાં રાખો.