લાઇફસ્ટાઇલ /
આખું અઠવાડિયું સરળતાથી પસાર કરવું હોય તો રવિવારે ના કરશો આ એક કામ
Team VTV11:54 PM, 28 Feb 20
| Updated: 05:30 PM, 29 Feb 20
આજકાલ લોકો ભાગદોડ વાળી જીંદગીમાં થાકી જતા હોવાને કારણે રવિવારે ઊંઘવાનું પસંદ કરે છે અને આખો દિવસ સૂઇ જવામાં જ પસાર કરે છે. જો તમે પણ એમાંથી એક હોવ તો રવિવારે ઊંઘ્યા રહેવાની ભૂલ કરશો નહીં.
રોજિંદા કામકાજથી મુક્તિ હોવાથી તમે મનગમતી અને ઉત્તેજક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો છો
રવિવારના દિવસે ત્વચા અને શરીરની સ્વચ્છતા પર ધ્યાન આપવું
શું તમે જાણો છો રવિવારે ઊંઘી રહેવાથી આખું અઠવાડિયું શરીરમાં આળશનો અનુભવ થાય છે. રવિવાર આ રીતે પસાર કરવાથી આખું અઠવાડિયું સ્ફૂર્તિ સાથે અને સરળતાથી પસાર થવાની સાથે ટેન્શન અને થાક પણ દૂર થશે.
એક્સ્ટ્રા કરીક્યુલર એક્ટિવિટી
રોજિંદા કામકાજથી મુક્તિ હોવાથી તમે મનગમતી અને ઉત્તેજક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો છો. જેમ કે- સ્વિમિંગ ક્લાસ, ડ્રાઇવિંગ ક્લાસ અથવા ડાન્સ ક્લાસમાં જોડાવ. કોઈક જગ્યાએ ટ્રીપની પણ યોજના કરી શકો છો.
પોતાનું ધ્યાન રાખો
રોજ ઑફિસ જવાની ભાગદોડમાં જાતે જ કાળજી લેવાનું અને સંભાળવું મુશ્કેલ બને છે. આવામાં રવિવારના દિવસે ત્વચા અને શરીરની સ્વચ્છતા પર ધ્યાન આપવું. સાથે સાથે વાળની આરોગ્ય માટે પણ હેરપૅક અથવા મહેંદી સગાલી શકો છો.
કબાટ કરો સેટ
ઑફિસ જવાની ઉતાવળમાં ઘણી વખત આપણાં વીખાઈ જાય છે. કબાટ ખોલતા જ કપડાં આપણાં પર પડે છે. તેથી વધુ સારું છે કે રવિવારના દિવસે તમે તમારા કબાટને સેટ કરો. તમે ઇચ્છો તો દિવસની ગણતરીથી પણ કબાટમાં કપડાં સેટ કરી શકો છો. જેથી રોજિંદા કપડાંની પસંદગી કરતી વખતે તમારે વધારે સમય ન આપવો પડે.
મેનૂ પ્લાન કરો
સારા ખોરાકની અસર સીધી આપણા જીવન પર પડે છે. પરંતુ રસોઈઘરમાં ગયા બાદ ઘણી વખત સમજાતું નથી કે એવું શું બનાવીએ, જે ટેસ્ટીની સાથે હેલ્ધી પણ હોય. તો એ સારું રહેશે કે રવિવારે તમે આખા અઠવાડિયાનું મેનૂ નક્કી કરી શકો છો. રજા હોવાના કારણે આ પ્લાનિંગ સરળતાથી થઈ શકશે.
યોજના બનાવો
ઘણા એવા કામ હોય છે, જેને તમે લાંબા સમયથી ટાળતા રહેતા હોવ છો, તો તે કાર્યોની એક સૂચિ બનાવી લો અને ફુરસત મળતા એ એક એક કામ પતાવતા જાવ. ખરેખર લાગશે કે જીવન થોડું સુધારેલું લાગશે.