ગુજરાતની ઉત્સવપ્રેમી પ્રજા માટે તહેવાર એટલે માત્ર હરવું-ફરવું નહીં પણ સાથે અવનવી વાનગીઓ પણ આરોગવી. ઉત્તરાયણ આવે એટલે દરેક ઘરમાં શિયાળુ વાનગીઓ બનવા લાગે એમ પણ જ્યાં સુધી ગુજરાતીઓ ઉત્તરાયણના દિવસે ધાબે ચડીને પતંગ ના ચગાવે અને સાથે ચિક્કી અને ઊંધિયાનો સ્વાદ ના માણે ત્યાં સુધી તેમની ઉજવણી અધૂરી ગણાય છે. ત્યારે જો તમે પણ આ ઉત્તરાયણ પર સ્વાદિષ્ટ ઊંધિયાની મજા માણવા માંગતા હોવ તો નોટ કરી લો ઊંધિયું બનાવવાની રેસીપી.
ઊંધિયું બનવાનો સમય
- તૈયારીનો સમય: ૩૦ મિનિટ
- ઊંધિયું બનવાનો સમય: 30 મિનિટ
- કુલ સમય: ૬૦ મિનિટ
- સર્વિંગ: 4
ઊંધિયાની રેસીપી :
આ રેસીપી 4 લોકો માટે છે જો તમે વધારે લોકો માટે બનાવવા ઈચ્છો છો તો તે મુજબ સામગ્રીમાં વધારો કરી શકો છો. ઊંધિયા માટે સૌથી પહેલા બનાવવા પડશે મૂઠિયાં જે અમુક વિસ્તારમાં 'મુઠડી' તરીકે પણ ઓળખાય છે.
મૂઠિયાં બનાવવા માટેની સામગ્રી:
- ૧ કપ સમારેલી લીલી મેથીની ભાજી
- ¼ કપ આખા ઘઉંનો લોટ
- ૩ ટેબલસ્પૂન બેસન/ ચણાનો લોટ
- ½ ચમચી આદુ અને મરચાંની પેસ્ટ
- ¼ ચા ચમચી હળદર પાવડર
- ૧/૮ ચમચી ખાવાનો સોડા
- ૧ ચમચી ખાંડ
- ½ ચા ચમચી કાશ્મીરી મરચાંનો પાવડર
- ¼ ચા ચમચી ધાણા જીરું પાવડર
- મીઠું (તમારા સ્વાદ મુજબ)
- તેલ: લોટ માટે ૧ ચમચી અને તળવા માટે અડધો લિટર
- ૨ થી ૩ ચમચી પાણી
મૂઠિયા બનાવવાની રીત:
- એક બાઉલ લો, તેમાં આપેલી બધી સામગ્રી મિક્સ કરો અને લોટ તૈયાર કરો.
- લોટ (કણક) તૈયાર થઈ જાય પછી તેના નાના ગોળ આકારના મૂઠિયા બનાવી લો.
- હવે, એક ફ્રાઈંગ પેનમાં અડધો લિટર તેલ લઈને તેને ગરમ કરો અને મૂઠિયાંને ડીપ ફ્રાય કરો.
- મૂઠિયાં બ્રાઉન રંગના થાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો.
- હવે મૂઠિયાં બનીને તૈયાર છે, ચાલો સ્વાદિષ્ટ ઊંધિયું બનાવીએ.
ઊંધિયું બનાવવા માટેની સામગ્રી:
- તળેલા મૂઠિયાં
- ૭ મધ્યમ કદના બટાકા
- ૭ નાના રીંગણ
- પાકેલા કેળા
- ½ કપ કઠોળ અથવા વાલ
- ½ કપ તુવેર દાણા અથવા લીલા વટાણા
- ½ કપ લીલા ચણા
- ૧ કપ તાજુ છીણેલું નારિયેળ
- ½ કપ તાજું લીલું લસણ
- ૧ ચમચી અજમો
- ¼ ચમચી હિંગ
- ¼ ચમચી ખાવાનો સોડા
- ૧ ચમચી આદુ મરચાંની પેસ્ટ
- ¼ ચમચી હળદર પાવડર
- 1 ચમચી મીઠું
- 2 ચમચી ખાંડ
- ૨ ચમચી મરચું પાવડર
- ૪ ચમચી ધાણા જીરું પાવડર
- ૨ કપ કોથમીર
- ½ કપ તેલ
ઊંધિયું બનાવવાની રીત:
- એક મોટા બાઉલમાં કોથમીર, છીણેલું નારિયેળ, લીલું લસણ, મીઠું, ખાંડ, ધાણા જીરું પાવડર, મરચું પાવડર, હળદર પાવડર, આદુ મરચાંની પેસ્ટ, ખાવાનો સોડા અને તેલ ઉમેરો.
- બધું ખૂબ સારી રીતે મિક્સ કરો અને બાજુ પર મૂકી દો. આ ઊંધિયુ માટેનો મસાલો તૈયાર છે.
- હવે, એક મોટા પેનમાં તેલ ગરમ કરો અને તેમાં હિંગ, તુવેર દાણા, વાલ દાણા, લીલા ચણા, અજમો અને ખાવાનો સોડા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- હવે આપણે પહેલા તૈયાર કરેલો મસાલો ઉમેરો અને ફરીથી મિક્સ કરો.
- હવે તેમાં ½ કપ પાણી ઉમેરો અને તેને મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી રાંધો.
- ૫ મિનિટ પછી, બટાકા અને રીંગણને મસાલાથી ભરો અને તેને પેનમાં ઉમેરો.
- હવે પેનમાં ફરીથી થોડું મસાલો ઉમેરો, તેમાં થોડું પાણી ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.
- હવે તેને મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી ચડવા દો તેને ઢાંકી દો જેથી શાક બધા સરખી રીતે બફાઈને મિક્સ થઈ જાય.
- ૫ મિનિટ પછી, બટાકા સારી રીતે બફાઈ ગયા છે કે નહીં તે ચેક કરી લો.
- હવે આપણે પહેલા બનાવેલા મૂઠિયાં પેનમાં ઉમેરો અને તેને મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી ગેસ પર પાકવા દો. તૈયાર છે અસલી અને સ્વાદિષ્ટ ગુજરાતી ઊંધિયું તેને ગરમા ગરમ ઉપરથી કોથમીર અને સેવ નાખીને સર્વ કરો. ( સેવ અને કોથમીરથી ગાર્નિશ કરવું ઓપ્શનલ છે)
વધુ વાંચો: વાયગ્રાની અવેજીમાં વપરાતી શિલાજીત છે શું? 6 ફાયદાઓ એનર્જી ભર્યા, સ્ટીલ જેવું બનશે શરીર
તમે ઊંધિયામાં તમારા સ્વાદ અનુસાર તીખાશની માત્રા વધારવા માટે લીલા મરચાં કે લાલ મરચાંનો ઉપયોગ કરી શકો છો તો આ ઉપરાંત તમે બટેકા સિવાય પણ અન્ય કંદમૂળમાં સુરણ જો તમને ભાવતું હોય તો ઉમેરી શકો છો.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ